પત્ની સુનીતા અને બાળકો સાથે સ્વર્ગ જેવા બંગલામાં રહે છે અનીલ કપૂર – અધધ આટલી કિમત છે
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતના એક દિગ્ગજ અભિનેતા અનિલ કપૂર ફિલ્મ ઉદ્યોગમા એક ખૂબ જ મોટુ નામ ધરાવે છે. તેમણે પોતાની ફિલ્મી કરિયરમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. આ સાથે જ તેણે ઘણા પૈસા પણ કમાવ્યા છે અને આ પૈસાથી તેણે એક લક્ઝુરિયસ બંગલો પણ બનાવ્યો છે. આ એ જ બંગલો છે, જ્યાંથી અનિલ કપૂરે પોતાની પ્રિય પુત્રી સોનમ કપૂરના લગ્ન કરાવ્યા હતા. સોનમના લગ્નના ઘણા પ્રસંગો આ બંગલામા યોજાયા હતા. તાજેતરમાં જ અનિલ કપૂરે તેમની પત્ની સુનિતા કપૂર સાથે ૩૬ મી વેડિંગ એનીવર્સરી આ બંગલામા ઉજવી છે ત્યારે ચાલો આ બંગલા વિશે થોડી માહિતી મેળવીએ.
મુંબઈના જુહુ વિસ્તારમાં સ્થિત આ બંગલામા અનિલ કપૂર પોતાના સંપૂર્ણ પરિવાર સાથે પ્રેમથી રહે છે. પરિવારમાં અનિલ અને સુનીતા સિવાય તેમના ત્રણ બાળકો હર્ષવર્ધન કપૂર, રિયા કપૂર અને સોનમ કપૂર આહુજા સામેલ છે. જોકે લગ્ન બાદ સોનમ હવે દિલ્હીમા પોતાના સાસરામાં રહે છે. અનિલની પત્નીને ઘર સજાવટનો ખૂબ જ શોખ છે. તેમણે પોતાના આ લક્ઝુરિયસ બંગલાને ખુબ જ સુંદર રીતે સજાવ્યો છે. તેમણે અનિલ કપૂર ની પસંદગીને ધ્યાનમા રાખીને આ ઘરની રચના કરી છે.
તેણીને ઘર ની આસપાસ વૃક્ષો વાવવાનો ખૂબ શોખ છે. આ બંગલામા તમને ચારેય તરફ હરિયાળી વધુ પડતી જોવા મળશે. આ સિવાય ઘરમા માટીની બનેલી અનેકવિધ ચીજવસ્તુઓ છે. આ બંગલામા તમને માટીથી બનેલી મૂર્તિઓ વધુ જોવા મળશે. આ બંગલામાં એક મોટી બાળકની પણ છે, જ્યા આખો પરિવાર બેસીને નાસ્તો કરે છે. આ બંગલામા વુડ્સ નો ઉપયોગ ખૂબ જ ખાસ અને સુંદર રીતે કરવામાં આવ્યો છે. અહીં ખુરશીના ટેબલથી લઈને અન્ય વસ્તુઓ પણ લાકડાની બનેલી છે. ઘરની લોબીમાં ભગવાન બુદ્ધની પ્રતિમા પણ છે.
આ ઉપરાંત સુનિતા ને ઘરે પેઇન્ટિંગ્સ મૂકવાનો પણ ખૂબ જ શોખ છે. તેના બંગલામા તમને એક કરતા વધુ સુંદર પેઇન્ટિંગ્સ જોવા મળશે. આ સિવાય સુનિતાએ મેક-અપ કરવા માટે એક અલગ રૂમ બનાવ્યો છે. અનિલ કપૂર અને સુનિતા ના લગ્ન વર્ષ ૧૯૮૪ મા થયા હતા. હાલ, તેમના લગ્ન ની વર્ષગાંઠ પર, અનિલ કપૂરે એક વીડિયો શેર કર્યો કે તેણે સુનિતા ને કેવી રીતે પ્રપોઝ કર્યું.
અનિલે એમ પણ જણાવ્યું હતું કે, આ સમયે પરિસ્થિતિ એવી હતી કે, તેમણે પ્રેમ અને કારકિર્દી વચ્ચે કોઈ એકની પસંદગી કરવાની હતી. ત્યારે અનિલે તેના પ્રેમને પસંદ કર્યો હતો. અનિલ કપૂર જણાવે છે કે, જ્યારે તેણે પહેલી વાર પત્નીને દુલ્હનના અવતારમાં જોઈ ત્યારે તેની આંખોમાંથી આંસુ આવી ગયા.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.