સાચા પ્રેમની જીવતી જાગતી મિસાલ છે જ્ઞાનપ્રકાશજી – પત્નીની સારવાર કરવા આ કારણે ઘરને જ હોસ્પિટલ બનાવી દીધું
મિત્રો, તમે ફિલ્મો અને પુસ્તકોમાં સાચા પ્રેમની ઘણી વાર્તાઓ જોઈ અને વાંચી હશે. એવું કહેવામાં આવે છે કે વાસ્તવિક જીવનમાં સાચો પ્રેમ ફક્ત નસીબદાર લોકો ને જ મળે છે. પ્રેમ નો સંબંધ એ પરસ્પર સમજણ પર આધારિત હોય છે. જો આપણે પતિ-પત્નીના સંબંધની વાત કરીએ તો તે સાથે મળીને વિશ્વ ની દરેક મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળી શકે છે.આજે અમે તમને એક વૃદ્ધ દંપતી વિશે માહિતી આપવા જઇ રહ્યા છીએ જેમણે પ્રેમ નુ એક શ્રેષ્ઠ ઉદાહરણ આપીને લોકો નુ દિલ જીતી લીધુ.
હાલ, મધ્યપ્રદેશના જબલપુરમા નિવાસ કરતા એક નિવૃત્ત એન્જીનીયર જ્ઞાનપ્રકાશે પોતાની બિમાર પત્નીની સાર-સંભાળ માટે પોતાના ઘર ને હોસ્પિટલ બનાવ્યું હતું. પત્ની ને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તેણે પોતાની કાર ને એમ્બ્યુલન્સમા બદલી નાખી હતી અને રાત-દિવસ પત્નીની સેવામા જ લાગેલા રહે છે. અમુક અહેવાલો મુજબ હાલ જ્ઞાનપ્રકાશ ઓર્ડિનન્સ ફેક્ટરીમાંથી નિવૃત્ત થયા છે અને તે ૭૪ વર્ષની ઉમર ધરાવે છે. તે પોતાની પત્ની કુમુદૂની સાથે એકલા રહે છે. તેમના પુત્ર અને પુત્રી બંને વિદેશમાં રહે છે.
તેમની પત્નીને સી.ઓ.-૨ નાર્કોસીસ નામની બીમારી છે, જેમાં તેના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ નુ ઉત્સર્જન યોગ્ય રીતે થતુ નથી. જીવિત રહેવા માટે તેમને સતત ઓક્સિજન સપોર્ટની જરૂર હોય છે. તેમની પત્નીની દવા થી લઈને ઇન્જેક્શન લગાવવા સુધીના તમામ કાર્યો જ્ઞાનપ્રકાશજી કરે છે. હાલ, કોરોના વાયરસની બીમારીના કારણે લોકો હોસ્પિટલોની અવારનવાર મુલાકાત લઈ રહ્યા છે ત્યારે આવા કપરા સમયમા જ્ઞાનપ્રકાશજી માટે સતત હોસ્પિટલોની મુલાકાત લેવી તે ખૂબ જ મુશ્કેલીકારક અને કંટાળાજનક હતું.
જ્ઞાનપ્રકાશજી તેમની પત્ની ને વધુ સારુ અને સલામત વાતાવરણ આપવા ઈચ્છતા હતા એટલે તેમણે તેમના ઘર ને એક હોસ્પિટલ બનાવ્યુ અને તેમની કાર ને ઓક્સિજન ફાઇટર એમ્બ્યુલન્સમા પરિવર્તિત કરી. તેમણે પોતાના બેડરૂમ ને હોસ્પિટલ ના આઈ.સી.યુ. વોર્ડ કરતા પણ સારો બનાવ્યો છે. વેન્ટિલેટર, ઓક્સિજન, એર પ્યુરિફાયર્સની સાથે ઘણી સુવિધાઓ છે તેમણે પોતાના બેડરૂમમા લગાવી, જે સામાન્ય હોસ્પિટલોમાં પણ ઉપલબ્ધ નથી.
સુત્રો તરફથી મળતી માહિતી મુજબ જ્ઞાનપ્રકાશજીએ પોતાની પત્ની માટે ઘણાં તબીબી ઉપકરણો પણ બનાવ્યાં છે, જેમાંથી મોબાઈલ સ્ટેથોસ્કોપ ખૂબ જ અનોખો છે, તેના દ્વારા તે તેમની પત્નીની દરરોજ તપાસ કરે છે અને ડોક્ટરને મોકલે છે અને દવાઓ પણ લે છે. તેમણે તેમના ઘરમા ઓક્સિજન સિલિન્ડરો નો પૂરતો સ્ટોક રાખ્યો છે, જેને તેઓ જરૂર પડે ત્યારે બદલાતા રહે છે. હાલ, યોગ્ય સારવાર મળવાના કારણે તેમની પત્નીનુ સ્વાસ્થ્ય પણ સુધારી રહ્યુ છે. જો ખરા અર્થમાં જોવામાં આવે તો તેમણે પ્રેમની એક શ્રેષ્ઠ મિસાલ કાયમ કરી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.