દવાનું પાણી પીધા વગર જ સેવન કરો છો તો સાવધાન થઇ જજો – આવું ઘાતક પરિણામ હોઈ શકે છે

મિત્રો, મોટેભાગે જ્યારે પણ ડોકટરો આપણને કોઈ દવાઓ આપે છે, ત્યારે પાણી સાથે તે દવા પીવાનુ કહે છે. જો કે, એવા ઘણા લોકો છે જે ડોક્ટર ની આ સલાહને અવગણે છે અને પાણી વિના જ દવાનુ સેવન કરે છે. જો તમે પણ પાણી વિના દવા ખાતા હોવ તો પછી તમે તમારી ટેવ બદલી નાખો કારણકે, પાણી પીધા વિના દવાનુ સેવન કરવાથી તમારે અનેકવિધ ખરાબ પરિણામો ભોગવી શકે છે અને ઘણીવાર તે તમારા માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે.

image source

તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, શા માટે દવા પર પાણી પીવાની સલાહ આપવામા આવે છે? ડોકટરો દવા સાથે પાણી પીવાની સલાહ એટલા માટે આપે છે કારણકે, જો તમે દવાનુ સેવન કર્યા બાદ પાણી ના પીવો તો તે અન્નનળીમા ફસાઈ શકે અને જો અન્નનળીમા દવા ફસાઈ જાય તો નળીમા સોજો આવી શકે છે. આટલું જ નહીં પાણી વિના દવા ખાવાથી છાતીમાં દુ:ખાવો અને બળતરા પણ થઇ શકે છે. તેથી જો તમે પાણી વિના દવા ખાતા હોવ તો આમ કરવાનું બંધ કરો.

image source

દવા લેતી વખતે કેટલુ પાણી પીવુ? તેના વિશે લોકોને યોગ્ય માહિતી નથી હોતી. મોટાભાગના લોકો અડધા ગ્લાસ પાણી સાથે દવા ખાઈ લેતા હોય છે, જે રીત સાવ ખોટી છે. દવા સાથે હમેંશા વધુ ને વધુ પાણીનુ સેવન કરવુ જોઈએ. ડોકટરોના જણાવ્યા મુજબ, દવાનુ સેવન કરતા સમયે ઓછામા ઓછુ ૨૫૦ મી.લી. પાણીનુ સેવન કરવુ જોઈએ. આ નિશ્ચિત માત્રા મુજબ પાણી પીવાથી નળીમા દવા ફસાતી નથી. આજે અમે તમને દવા ખાતી વખતે ધ્યાનમા રાખવા જેવી અમુક બાબતો વિશે જણાવીશું.

image source

ક્યારેય ઉભા-ઉભા કે સુતા-સુતા દવાનુ સેવન ના કરવુ. આમ, કરવાથી તમને ગૂંગળામણ થઈ શકે છે માટે હમેંશા દવા બેસીને જ ખાવી જોઈએ. આ ઉપરાંત દવા હંમેશા સુવાના ૧૫ મિનિટ પહેલા લઇ લેવી જોઈએ. આ સિવાય ઘણી દવાઓ એવી હોય છે કે, જે ડોકટરો દ્વારા દૂધ સાથે ખાવાની સલાહ આપવામાં આવે છે. તેથી, આ પ્રકારની દવાઓ પાણી સાથે નહિ પણ ફક્ત દૂધ સાથે લો.

image source

ક્યારેય પણ સવારે ખાલી પેટ દવા ના ખાશો કારણકે, ખાલી પેટ દવા ખાવાથી તમને ચક્કર આવી શકે છે. આ ઉપરાંત કોઈપણ દવા ખાતા પહેલા તમારે તેની એક્સપાયરી ડેટ અવશ્યપણે તપાસવી જોઇએ કારણકે, જો તમે એક્સપાયરી ડેટવાળી દવાનુ સેવન કરી લો છો તો તમારે અનેકવિધ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલ સમસ્યાઓ નો સામનો કરવો પડે છે. સૌથી વિશેષ અને અગત્યની ધ્યાનમા રાખવા જેવી બાબત એ છે કે, તમારે કોઈપણ દવાનુ સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્યપણે લેવી.

image source
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!