જયારે અમિતાભ બચ્ચનના હાથમાં અચાનક જ બૉમ્બ ફાટેલો અને પછી ઘાયલ હાથે જયારે આ શૂટ આપેલું…..

મિત્રો, બોલીવૂડ ફિલ્મજગતમા મહાનાયક તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચન પડદા પર જોરદાર અભિનય સાથે ચાહકો ના દિલો પર વર્ચસ્વ રાખે છે. આ સાથે જ તે સોશિયલ મીડિયા દ્વારા તેમના ચાહકો સાથે જોડાયેલા રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર પોતાના જીવનની ખાસ પળો શેર કરે છે. તાજેતરમાં જ અમિતાભ બચ્ચને એક ટ્વિટમા એ દિવસ ને યાદ કર્યો હતો જ્યારે દિવાળી સમયે હાથમા બોમ્બ ફૂટતા તેમના હાથમા ખુબ જ ગંભીર ઈજા થઇ હતી.

image source

બિગ બી એ ટ્વીટ કરીને તેમના ચાહકો ને જણાવ્યુ હતુ કે, આંગળીઓ એ આપણા શરીર નો સૌથી કઠીન ભાગ છે. તેને હંમેશા મૂવમેન્ટ ની જરૂર પડે છે. મને યાદ છે એકવાર જ્યારે દિવાળી ના દિવસે મારા હાથમા બોમ્બ ફૂટ્યો હતો અને તે બોમ્બને કારણે મારા હાથમાં ખૂબ ગંભીર ઈજા થઈ હતી. આ ઈજાના કારણે મારા હાથનો અંગૂઠો અને તર્જની આંગળીની મુવમેન્ટ સાવ બંધ થઈ ગઈ હતી અને તેને રીકવર થવામા બે મહિનાનો સમય લાગ્યો.

image source

અમિતાભે પણ આ ઘટનાને ખૂબ જ સકારાત્મક રીતે લીધી હતી અને આ ઘટનાનો ઉલ્લેખ કરતા અમિતાભ બચ્ચને લખ્યુ હતુ કે, આ ઘટના ના કારણે મારુ કોઈપણ કામ અટકેલુ નહોતુ. મેં સ્ટાઇલ માટે મારા હાથ પર રૂમાલ બાંધી દીધો તેને મોટાભાગે ખિસ્સામા રાખતો પરંતુ, કામ ચાલુ જ રહેતુ. તમને જણાવી દઈએ કે, આ ઘટના પછી અમિતાભ બચ્ચન હાથમા રૂમાલ બાંધીને નાચ્યા હતા અને અભિનય પણ કર્યો હતો. લોકોને એ સમયે ખબર નહોતી કે, અમિતાભ આ રીતે ડાન્સ નવી નૃત્યશૈલીને કારણે નહી પરંતુ, અકસ્માતને કારણે કરી રહ્યા છે. આજે પણ લોકો તેમના આ ડાન્સની કોપી કરે છે.

image source

આ સિવાય અમિતાભ બચ્ચને પણ ચાહકો પાસેથી ફિલ્મ ડોનના ૪૨ વર્ષ પૂરા થવા પર ખુશી વ્યક્ત કરી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મે અમિતાભ ની કારકિર્દીને વધારવામાં મદદ કરી હતી. અમિતાભે આ ફિલ્મો પછી ક્યારેય પાછું વળીને જોયું નથી અને આજે પણ એક કરતા વધારે હિટ ફિલ્મો તેમના ચાહકોની સામે આવી રહી છે. અમિતાભ બચ્ચન આ વર્ષે પોતાના ચાહકો માટે ચાર ફિલ્મો લાવવાના હતા પરંતુ, લોકડાઉન ને કારણે ઘણી ફિલ્મ્સનું શૂટિંગ અટકી ગયું.

image source

હાલ, ઘણી ફિલ્મોની રીલીઝ ની તારીખ આગળ વધારવામા આવી છે. જો કે, અમિતાભ અને આયુષ્માનની ફિલ્મ ગુલાબો સીતાબો ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચુકી છે અને આ ફિલ્મ ચાહકો દ્વારા ખુબ જ વખાણવામા આવી હતી. થિયેટરોની શરૂઆત ખુબ જ મુશ્કેલ માનવામા આવી રહી છે. આવી સ્થિતિમા આ ફિલ્મ ઓનલાઇન પ્રસારિત કરવામા આવશે. આ સિવાય અમિતાભની ફિલ્મ ઝુંડ પણ ૮ મે ના રોજ રીલિઝ થવાની હતી પરંતુ, આ ફિલ્મ પણ હવે ઓનલાઈન રિલીઝ થશે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!