ખાટી મીઠ્ઠી કાચી કેરીથી બનાવેલ આમચૂરના છે આ ફાયદાઓ અને સાથે આ નુકશાન – શિયાળામાં લગભગ ઉપયોગમાં લ્યે છે

મિત્રો, આમચૂર નો પાવડર એ સહેજ ખટ્ટમીઠો હોય છે અને તેનો ઉપયોગ અનેકવિધ પ્રકારની ભારતીય વાનગીઓ બનાવવા માટે કરવામા આવે છે. જો તમે આ આમચૂર નો પાવડર નિયમિત સેવન કરો છો તો તેનાથી તમારા શરીરને અનેકવિધ લાભ પહોંચી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે આમચૂર ના સેવનથી શરીર ને પ્રાપ્ત થતા લાભો વિશે માહિતી મેળવીશુ.

image source

લાભ :

ડાયાબિટીઝ ની સમસ્યા નિયંત્રણમા રહે :

આ આમચૂર નો પાવડર ડાયાબિટીઝથી પીડાતા દર્દીઓ માટે ખુબ જ લાભદાયી સાબિત થઇ શકે છે. તેનુ નિયમિત સેવન કરવાથી તમારુ બ્લડસુગર લેવલ નિયંત્રિત રહે છે અને તમને ડાયાબીટીસ ની સમસ્યા સામે રક્ષણ મળે છે.

image source

આંખો માટે લાભદાયી :

આ પાવડર નુ નિયમિત સેવન કરવાથી તમારી આંખોની રોશની અકબંધ રહે છે. તેમા વિટામિન-એ પુષ્કળ પ્રમાણમા સમાવિષ્ટ હોય છે, જે તમારી આંખોનો પ્રકાશ વધારવામા ખુબ જ લાભદાયી સાબિત થાય છે તથા તમારી આંખો સાથે સંકળાયેલી સમસ્યાઓ ને દૂર કરવામા પણ મદદરૂપ સાબિત થાય છે.

image source

વજન ઓછુ થાય :

વજન ઘટાડવા માટે પણ આ પાવડર ફાયદાકારક સાબિત થાય છે. તેમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓકિસડન્ટ અને કાર્બોહાઈડ્રેટ સમાવિષ્ટ હોય છે, જે તમારા ચયાપચયને વેગ આપવા માટે કામ કરે છે અને તમારા વજન ને નિયંત્રિત રાખે છે.

image source

પાચનક્રિયા મજબુત બને :

આ પાવડરમા શરીર ને આવશ્યક તમામ પોષકતત્વો સમાવિષ્ટ હોય છે, જો તમે નિયમિત વહેલી સવારે ભૂખ્યા પેટે આ પાવડર નુ સેવન કરો તો તમારી પાચન સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહે છે.

image source

ગેસ ની સમસ્યા દૂર થાય :

જે લોકો ગેસ , અપચો અને કબજીયાત જેવી સમસ્યાથી પીડાય છે તેમના માટે આ પાવડર નુ સેવન ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ જેટલા ગરમ પાણીમા આ આમચૂર પાવડર મિક્સ કરી તેનુ સેવન કરો તો તમારી આ ગેસ ની સમસ્યા જડમૂળથી દૂર થઇ જશે અને તમારુ સ્વાસ્થ્ય સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.

image source

શરીરમા લોહીની ઉણપ ના રહે :

આ પાવડરમા પુષ્કળ માત્રામા આયર્ન અને ફોલિક એસિડ સમાવિષ્ટ હોય છે, જે શરીરમા લોહી બનાવવાનુ કામ કરે છે. જેથી, જો તમે નિયમિત આ પાવડર નુ સેવન કરો છો તમારા શરીરમાં ક્યારેય પણ લોહીની ઉણપ સર્જાતી નથી અને એનીમિયા ની સમસ્યા થવાનુ જોખમ પણ ઘટે છે.

image source

શરીર ડિટોક્સિફાય કરવામા સહાયરૂપ :

આ પાવડરમા પુષ્કળ માત્રામા એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી-સ્કેવેંગિંગ ગુણધર્મો છે, જે શરીરની અંદર રહેલા ઝેર ને દૂર કરવામા સહાયરૂપ સાબિત થાય છે. જ્યારે આપણે બહાર તળેલુ અને તીખુ ભોજન વધુ પડતુ ખાઈએ છીએ ત્યારે આપણા શરીરમા ઝેરી પદાર્થો એકઠા થઇ જાય છે અને તેના કારણે ઘણી વખત પેટમા અનેકવિધ સમસ્યાઓ ઉદ્ભવે છે. આ પાવડર નુ નિયમિત સેવન તમારા બોડી ને ડીટોક્સ કરે છે અને તમારા શરીર ના બધા જ ઝેરી દ્રવ્યો ને શરીર ની બહાર કાઢી નાખે છે.

image source

હૃદય માટે ફાયદાકારક :

આ પાવડર હૃદય ને સ્વસ્થ રાખવામા પણ લાભદાયી સાબિત થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે, જો શરીરમા કોલેસ્ટ્રોલ નુ પ્રમાણ વધી જાય તો હૃદયરોગ થવાની સંભાવના રહે છે. આ પાવડર નુ નિયમિત સેવન તમારા કોલેસ્ટ્રોલ ને નિયંત્રણમા રાખે છે અને તમારા હૃદય ને પણ સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.

image source

ત્વચા માટે લાભદાયી :

આ પાવડરમા પુષ્કળ માત્રમા વિટામીન-સી સમાવિષ્ટ હોય છે. જો તમે આ પાવડર નુ નિયમિત સેવન કરો છો તો તમારી ત્વચા સાથે સંકળાયેલ તમામ સમસ્યાઓ નો અંત આવે છે અને તમારી ત્વચાની શુષ્કતા પણ દૂર થાય છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!