પહેલી જ ફિલ્મે અદભુત સફળતા અપાવેલી – રાતોરાત સ્ટાર બની ગયેલી, હવે આ કારણે લાઇમલાઈટથી રહે છે દૂર
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતમા સફળ કારકિર્દી બનાવવા માટે દમદાર અભિનય સાથે તમારા નસીબનો ટેકો હોવો પણ જરૂરી છે. હિન્દી સિનેમાજગતમા ઘણી બધી અભિનેત્રીઓ આવે છે પ્રવેશ કરે છે અને તેમાંથી અમુક રાતોરાત સ્ક્રીન પર હિટ પણ થઇ જાય છે પરંતુ, તેમની ફિલ્મી કારકિર્દી લાંબી ટકી શકતી નથી. આ અભિનેત્રીઓએ સ્ક્રીન પર હિટ થવા માટે બોલ્ડનેસ નો પણ સહારો લીધો હતો પરંતુ, તેમછતા તેમનો જાદુ સ્ક્રીન પર ચાલ્યો નહી. આજે આ લેખમા અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે સ્ક્રીન પર સફળ થયા પછી સંપૂર્ણ રીતે ગાયબ થઈ ગઈ છે.
સોનલ ચૌહાણ :
જન્નત ફિલ્મમા ઇમરાન ની સામે હિરોઇન નુ પાત્ર ભજવતી આ અભિનેત્રી તેની સુંદરતાને લઈને રાતોરાત ચર્ચામા આવી હતી. ચાહકો પણ તેની સુંદરતા ને ખૂબ જ પસંદ કરવા લાગ્યા હતા અને તે જોઇને એવુ લાગી રહ્યુ હતુ કે, આગળ તેમની કારકિર્દી ખુબ જ સારી રહેશે પરંતુ, તે થઈ શક્યુ નહીં. તે ફક્ત એક હિટ ફિલ્મ સુધી જ મર્યાદિત હતી. તેની બીજી ફિલ્મ ફ્લોપ થયા પછી તેની કારકીર્દિ ભાંગી પડી અને તે કાયમ માટે મોટા પડદેથી ગાયબ થઈ ગઈ.
ઇશા ગુપ્તા :
બોલિવૂડ ફિલ્મજગતની આ બોલ્ડ અભિનેત્રી પણ તેના જીવનમા કોઈ ખાસ સુપરહિટ ફિલ્મો આપી શકી નથી. આ અભિનેત્રીએ જન્નત-૨ ફિલ્મથી બોલિવૂડ ફિલ્મજગતમા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમા તેને ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ પછી તેણે રુસ્તમ ફિલ્મમા નકારાત્મક ભૂમિકા ભજવી હતી, જેને પણ દર્શકોએ ખુબ જ પસંદ કરી હતી. આ અભિનેત્રી પાસે સુંદરતા અને બોલ્ડનેસ હોવા છતા તે વધારે સુપરહિટ ફિલ્મો આપી શકી નથી અને તેની કારકિર્દી પણ વધારે પ્રગતિ કરી શકી નથી.
પ્રીતિ ઝીંગ્યાની :
મોહબ્બતે ફિલ્મમા એક સરળ યુવતીની ભૂમિકા ભજવનારી આ અભિનેત્રીની સુંદરતા જોઈને દરેક વ્યક્તિ તેમા ખોવાઈ જતો હતો. આ ફિલ્મ મલ્ટિસ્ટારર ફિલ્મ હતી પરંતુ, પ્રીતિએ તેના અદભૂત અભિનય અને જબરદસ્ત સુંદરતાથી ચાહકોનુ ધ્યાન પોતાની તરફ દોર્યુ હતુ. તેની પ્રતિભા જોઈને બધાને લાગ્યું કે, તે આગળ એક સફળ અભિનેત્રી બની જશે પરંતુ, તેણી કારકિર્દી બહુ સફળ નહોતી. તેણી વર્ષ ૨૦૦૮ મા લગ્નસંબંધે જોડાઈ હતી અને ત્યારબાદ તેણીએ બોલીવૂડ ફિલ્મજગતથી એક ખાસ્સુ અંતર બનાવી દીધુ.
ગ્રેસી સિંઘ :
ફિલ્મ લગાનમા ગ્રેસીના પાત્ર ગૌરી ને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. આ ફિલ્મ ને બોલિવૂડ ફિલ્મજગતની સૌથી મોટી સુપરહિટ ફિલ્મ્સમાની એક ફિલ્મ માનવામા આવે છે. આ ફિલ્મમા ગ્રેસી અને આમિર ની કેમિસ્ટ્રી લોકોને ખુબ જ પસંદ આવી હતી.આ ફિલ્મ જબરદસ્ત હિટ રહી હતી અને આ ફિલ્મમા ગ્રેસી લોકોનુ ધ્યાન આકર્ષિત કરવામા સફળ સાબિત થઇ હતી. ત્યારબાદ તે મુન્નાભાઈ ફિલ્મમા જોવા મળી હતી અને આ ફિલ્મ પણ જોરદાર હિટ થઇ હતી પરંતુ, આ ફિલ્મો પછી તેણી કારકિર્દી સાવ સમાપ્ત થઈ ગઈ અને ત્યારબાદ તેણીએ ફિલ્મોથી દૂરી બનાવી લીધી.
સ્નેહા ઉલ્લાલ :
ઐશ્વર્યા જેવી દેખાતી હોવાના કારણે આ અભિનેત્રી વધુ તો તેના લીધે ચર્ચામા રહેતી હતી. આ અભિનેત્રીએ સલમાન સાથે લકી ફિલ્મથી શરૂઆત કરી હતી. આ ફિલ્મમા તેમના કામને ખૂબ જ પ્રસંશ મળી હતી. આ પછી એવુ લાગ્યુ હતુ કે, આ અભિનેત્રી એશની પ્રતિસ્પર્ધક બનશે પરંતુ, તે સ્ક્રીન પર ફ્લોપ રહી. આજે તે મોટા પડદાથી દૂર છે, આરામનું જીવન જીવે છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.