1 ડિસેમ્બરથી આ 4 મહત્વના કાર્યના નિયમો બદલાઈ રહ્યા છે – તમને ખ્યાલ ના હોય તો વાંચી લો

મિત્રો, સમય જતા નોંધપાત્ર ફેરફાર કરવામા આવી રહ્યા છે. જેની અસર સામાન્ય માણસના જીવન ઉપર જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે, ૧ ડિસેમ્બર, ૨૦૨૦ થી ઘણા પરિવર્તન થવાના છે, જેની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. તેમા આર.ટી.જી.એસ. , રેલ્વે અને ગેસ સિલિન્ડરો ને લગતા ઘણા ફેરફારો થવાના છે. તમને જણાવી દઈએ કે, હાલ આવનાર સમયમા આર.ટી.જી.એસ. સંબંધિત સેવાઓ, રોકડ ટ્રાન્સફર સંબંધિત સેવાઓ અને ગેસના ભાવમા અનેકવિધ પ્રકારના પરિવર્તન આવ્યા છે. તો ચાલો તેમના વિશે જાણીએ.

image source

મળશે આર.ટી.જી.એસ. ની સુવિધામા નવા ફાયદાઓ :

બેંકમા પૈસા ની લેવડ-દેવડ ને લઈને ૧ લી તારીખથી નિયમમા ફેરફાર આવવાના છે. તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંકે આર.ટી.જી.એસ. ૨૪*૭ અને ૩૬૫ દિવસ ઉપલબ્ધ કરાવવાની ઘોષણા કરી હતી. આ નવા નિયમનો અમલ ડિસેમ્બરથી કરવામાં આવશે. હાલ, પ્રવર્તમાન સમયમા આર.ટી.જી.એસ. સિસ્ટમ મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય અઠવાડિયા ના તમામ વર્કિંગ ડેઝમા વહેલી સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધી ઉપલબ્ધ છે.

image source

પ્રીમિયમમા થઇ શકે છે બદલાવ :

૧ લી ડિસેમ્બર થી લાગુ કરવામા આવેલા નવા નિયમો હેઠળ હવે પાંચ વર્ષ પછી વીમાધારક પ્રીમિયમ ની રકમ પચાસ ટકા જેટલી ઘટાડી શકે છે એટલે કે અડધા હપ્તા સાથે પણ તે પોલિસી ચાલુ રાખી શકાય છે.

image source

અનેક નવી ટ્રેનો દોડાવવામાં આવશે :

ભારતીય રેલ્વે હાલ ૧ લી ડિસેમ્બરથી ઘણી નવી ટ્રેનો દોડાવવા નુ આયોજન કરી રહી છે. આપણે બધા જાણીએ છીએ કે, કોરોના વાયરસ રોગચાળા વચ્ચે ટ્રેન ની સેવાઓ બંધ થઈ ગઈ હતી પરંતુ, પાછળથી રેલ્વે એ અમુક નવી સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરી છે. અમુક ટ્રેનો ડિસેમ્બર ના પહેલા દિવસથી શરૂ થવાની છે. જેમા જેલમ એક્સપ્રેસ અને પંજાબ મેઇલ બંને ટ્રેનો શામેલ છે.

image source

એલ.પી.જી. ના ભાવમા ફેરફાર :

આજકાલ મોટાભાગના લોકોના ઘરોમા એલ.પી.જી. નો ઉપયોગ થાય છે. જો એલ.પી.જી. ના ભાવમા કોઈ ફેરફાર કરવામા આવે તો તેની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર પડે છે. તમને જણાવી દઈએ કે, સરકાર દર મહિનાની ૧ લી તારીખથી એલ.પી.જી. સિલિન્ડર ના ભાવની સમીક્ષા કરી રહી છે. ૧ લિ ડિસેમ્બરથી એલ.પી.જી. સિલિન્ડરના ભાવમા બદલાવા જઈ રહ્યા છે. જોકે છેલ્લા મહિનામા એલપીજીના ભાવમાં કોઈ ફેરફાર કરવામા આવ્યો નથી.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!