એક સમયે બોલીવુડની હોટ અભિનેત્રીઓમાં નામ આવતું હતું આ એક્ટ્રેસીસનું – અત્યારે ફિલ્મોથી પતુ કપાયેલું છે

મિત્રો, બોલિવૂડ ફિલ્મજગત એક એવી દુનિયા છે જ્યા ઘણા કલાકારો આવે છે અને ઘણા જાય છે. આ સિનેમાજગતમા એવા ખુબ જ ઓછા લોકો છે કે જે લાંબા સમય સુધી ટકી શકે છે. ખાસ કરીને બોલિવૂડ ફિલ્મજગતની અભિનેત્રીઓ માટે લાંબા સમય સુધી ફિલ્મ ઉદ્યોગમા રહેવુ ખૂબ જ મુશ્કેલ છે. આ અભિનેત્રીઓ લગ્ન પછી ફિલ્મોથી ગાયબ થઈ જાય છે અને જો લગ્ન ના થયા હોય તો પણ એક ચોક્કસ ઉમર પછી ફિલ્મોમા તેમને મુખ્ય અભિનેત્રીની ભૂમિકા મળવાનુ બંધ થઇ જાય છે.

image source

કલાકારો સાથે આવુ ભાગ્યે જ જોવા મળે છે કે, તેની મુખ્ય અભિનેતા તરીકેની કારકિર્દી ખૂબ લાંબી ચાલી હોય. આજે અમે તમને તે બોલિવૂડ અભિનેત્રીઓ વિશે પરિચય આપવા જઇ રહ્યા છીએ, જે એક સમયે તેમના હોટ અને બોલ્ડ અવતારને કારણે ફિલ્મ ઉદ્યોગમા ખૂબ જ પ્રખ્યાત થઈ હતી પરંતુ, હાલ પ્રવર્તમાન સમયમા તે ફિલ્મજગતથી સાવ બહાર થઇ ચુકી છે. તો ચાલો જાણીએ આ અભિનેત્રીઓ વિશે.

image source

ઉદિતા ગોસ્વામી :

વર્ષ ૨૦૦૩ મા ૩૬ વર્ષની આ અભિનેત્રીએ ફિલ્મ ‘પાપ’ દ્વારા બોલિવૂડ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે અક્સર અને ઝહર જેવી સુપરહિટ ફિલ્મો આપીને ચર્ચામા આવી. આ અભિનેત્રી ની ફિલ્મી કારકિર્દી ફક્ત બાર વર્ષની હતી, જેમા તેણે ફક્ત બાર જ ફિલ્મો કરી હતી. દિગ્દર્શક મોહિત સુરી સાથે લગ્ન કર્યા બાદ તેણીએ ફિલ્મોમા કામ કરવાનું લગભગ બંધ કરી દીધું હતું.

image source

અંતરા માલી :

૪૪ વર્ષીય આ અભિનેત્રી ની પહેલી બોલિવૂડ ફિલ્મ “ઢૂંઢતે રેહ જાઓગે” વર્ષ ૧૯૯૮ મા આવી હતી. આ અભિનેત્રી ની શરૂઆતમા કેટલીક ફિલ્મો ચોક્કસપણે સુપરહિટ હતી પરંતુ, ત્યારબાદ તેમને ફિલ્મોમા ભૂમિકાઓ મળવાની ઓછી થઇ ગઈ. તે હવે ખુબ જ ઓછી ફિલ્મોમા જોવા મળે છે. તેની છેલ્લી ફિલ્મ વર્ષ ૨૦૧૦ મા આવેલી ‘એન્ડ વન્સ અગેન’ હતી. તેની બાર વર્ષની ફિલ્મ કારકીર્દિમાં અંતરાએ માત્ર બાર ફિલ્મોમાં જ કામ કર્યું છે. તેણીએ વર્ષ ૨૦૦૯ મા ચે કુરિઅન સાથે લગ્ન કર્યા.

image source

કિમ શર્મા :

૪૦ વર્ષીય આ અભિનેત્રી ફિલ્મ ‘મોહબ્બતે’ મા તેની સહાયક ભૂમિકા માટે જાણીતી છે. આ અભિનેત્રીએ ફિલ્મજગતમા સ્થાન બનાવવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો પણ તે બનાવી શકી નહીં. તેણીએ વર્ષ ૨૦૧૦ મા અલી પંજની સાથે લગ્ન કર્યા હતા પરંતુ, વર્ષ ૨૦૧૬ મા બંનેના છૂટાછેડા થઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર આ અભિનેત્રી ની તસવીરો લોકોને ખૂબ ગમે છે. તે હજી પણ દેખાવની દ્રષ્ટિએ સુંદર લાગે છે.

image source

જસ્મિન :

‘વીરાના’ , ‘ બંધ દરવાજા’ ,’ડાક બંગલા’ અને ‘પુરાણી હવેલી’ જેવી હોરર ફિલ્મો કરીને જાણીતી બનેલી આ અભિનેત્રી હાલમા ક્યા છે અને તે શુ કરી રહી છે? તે કોઈને ખબર નથી. આ અભિનેત્રીની સુંદરતા આશ્ચર્યજનક હતી. આ જ કારણ હતું કે અંડરવર્લ્ડ ડોન પણ તેનો ચાહક બની ગયો હતો.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!