મુરતિયો ઘોડા પાર બેઠો રહ્યો અને બેન્ડબાજા વાળાઓને પોલીસ પકડી ગઈ – કારણ રસપ્રદ છે
મિત્રો, દરેક વ્યક્તિના લગ્ન એક ને એક દિવસ થાય જ છે પછી તે છોકરો હોય કે છોકરી, બંને જ તેમના લગ્ન ને લઈને અનેકવિધ સ્વપ્ન જોતા હોય છે. લગ્ન એ યુવક અને યુવતી માટે જીવન નો સૌથી સુંદર અને અવિસ્મરણીય દિવસ હોય છે. આ દિવસે સૌથી સુંદર દેખાવાની તૈયારીઓ તે પહેલાથી જ શરુ કરી દે છે. તે આ દિવસ માટે નવા-નવા પોશાકો ખરીદે છે , જવેલરી ખરીદે છે, મેકઅપ ની વસ્તુઓ ખરીદે છે.
દરેક વ્યક્તિ પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માંગે છે. લગ્નમા પ્રસંગો સાથે બેન્ડ બાજા પણ હોય છે પરંતુ, જો લગ્નમા અચાનક કંઇક એવો કિસ્સો બને કે પોલીસ બેન્ડ બાજાને પકડી લઇ જાય તો તમારું શુ કહેવુ? તમે કહેશો કે આવું પણ કઈ હોતુ હશે? પરંતુ, અમે આવુ એટલા માટે કહી રહ્યા છીએ કારણકે, આ પ્રકારનો એક કિસ્સો હાલ સામે જોવા મળ્યો છે.
આપણે આજે આ લેખમા જે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે, કોસિકલાન વિસ્તારનો. અહી એક વ્યક્તિ ના લગ્ન થઇ રહ્યા હતા. વરરાજા ઘોડી પર સવાર થયેલા હતા અને બેન્ડ બાજાવાળા લોકો પણ પૂરજોશમા ગીતોની ધૂન વગાડી રહ્યા હતા. બેન્ડબાજા અને ગીતો સાથે બેન્ડ આગળ વધી રહ્યો હતો. જ્યારે આ બારાત કોસીકલાન પોલીસ સ્ટેશન ની સામે પહોંચ્યુ ત્યારે આ વધારે પડતો શોરબકોર સાંભળી પોલીસકર્મીઓએ ત્યા જ બેન્ડબાજવાળા લોકોને રોકી લીધા હતા અને તે બધા ને જ પોલીસ સ્ટેશનમા બેસાડ્યા હતા.
જ્યારે ઘોડી પર સવાર વરરાજાએ આ દ્રશ્ય જોયુ ત્યારે તે ખૂબ જ હતાશ થયો અને તે કરે પણ શુ? તે આ બધુ શાંત મોઢે જોતો રહ્યો. પોલીસે જ્યારે આ બેન્ડબાજા વાળાઓને પકડ્યા ત્યારે આ અંગેના સમાચાર સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા. આ બાબતની જાણ થતા જ આ વિસ્તારના જાગૃત નાગરિક તાત્કાલિક પોલીસ મથકે પહોંચ્યા અને કોઈક રીતે તેમણે આ મામલા ને શાંત પાડ્યો.
બેન્ડબાજાવાળા લોકોને લાંબા સમય સુધી પોલીસ સ્ટેશનમા બેસાડવામા આવ્યા હતા. કોઈક રીતે આ મામલો શાંત પાડવામા આવ્યો અને બેન્ડ બાજાવાળા લોકોએ પોલીસ ની માફી માંગી અને ત્યારબાદ પોલીસ જવાનોએ તેમને કડક શબ્દોમા સૂચના આપી કે, હવે તે કોઈપણ જાહેર રસ્તા પર આવી રીતે બેન્ડ બાજા વગાડીને શોર બકોર ના કરે. તેમણે તેમને જણાવ્યુ હતુ કે, તેમણે ફક્ત વિવાહ સ્થળ પર જ બેન્ડ વગાડવુ.
એસ.એચ.ઓ. સાહેબે જણાવ્યુ કે, અમે જેટલા પણ લોકો ને પકડ્યા હતા તેમને આ સુચના આપીને છોડી દીધા હતા. તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના વધતા જતા મામલા ને ધ્યાનમા રાખીને સરકાર પણ હાલ ખૂબ જ કડક બની છે અને અનેક નવી માર્ગદર્શિકા પણ બહાર પાડી છે, જેનું કડક રીતે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.