ટીવીની આ સંસ્કારી વહુરાણીઓ ટેટુને લીધે ચર્ચામાં આવી – જુવો રિયલ લાઇફનો ગ્લેમરસ લુક અને સુંદરતા

મિત્રો, બોલિવૂડ અભિનેત્રીઓ પોતાના બોલ્ડ અને શાનદાર સ્ટાઇલ માટે ચાહકો વચ્ચે હમેંશા ચર્ચાનો વિષય બનેલી હોય છે પરંતુ, હાલ ટેલીવિઝન અભિનેત્રીઓ એ બોલ્ડનેસ મા બોલીવૂડ ની અભિનેત્રીઓ ને પણ ઘણી પાછળ મૂકી દીધી છે. હા, ટીવીની આ સંસ્કારી પુત્રવધૂઓ હાલ ખુલીને પોતાની બોલ્ડનેસ સોશિયલ મીડિયા પર બતાવે છે. હાલ, ટેટૂ ના કિસ્સામાં પણ ટેલીવિઝન ની અભિનેત્રીઓ બોલિવૂડ અભિનેત્રીઓથી પાછળ નથી. આજે આ લેખમા અમે તમને અમુક એવી ટેલીવિઝન અભિનેત્રીઓ વિશે જણાવીશુ કે, જે પોતાના અભિનય સાથે પોતાના ટેટુ ને લઈને પણ ચર્ચામા રહે છે.

image source

જેનિફર વિજેટ :

નાના પડદાની સુપરસ્ટાર આ અભિનેત્રી તેની સુંદરતા અને અભિનય માટે તો પ્રખ્યાત છે જ પરંતુ, તેની સાથે તેની પીઠ પરનો ટેટૂ પણ ચાહકો નુ ધ્યાન આકર્ષિત કરે છે. આ અભિનેત્રીએ પોતાના ખભા પર હકુના મટાટા લખાવ્યુ છે. આનો અર્થ થાય છે હમેંશા બેફીકર રહેવું. વાસ્તવિક જીવનમા પણ તે ખૂબ જ બોલ્ડ અને શાનદાર છે.

image source

રશ્મિ દેસાઇ :

ઉત્તરન ધારાવાહિક થી પ્રખ્યાત થયેલ આ અભિનેત્રી હંમેશા કોઈક ને કોઈક કારણસર ચર્ચામા રહે છે. આ અભિનેત્રીના ડાબા પગ પર કમળ ના પુષ્પનુ ટેટૂ પણ ઘણીવાર ચર્ચાનુ કારણ બન્યુ છે. આ ફૂલ નુ ટેટુ તેમના પગ પર ખૂબ જ સુંદર અને આકર્ષક લાગે છે. થોડા સમય પહેલા તે બિગ બોસનો ભાગ બનીને ચર્ચામાં આવી હતી.

image source

અનિતા હસનંદાની :

ટીવી જગતની આ પ્રખ્યાત અભિનેત્રી તેની સુંદરતાની સાથે સાથે તેના જોરદાર અભિનય માટે પણ જાણીતી છે. આ અભિનેત્રીએ તેના કાંડા પર આર નામનુ ટેટૂ બનાવ્યુ છે. તેણી નુ આ ટેટુ ઘણીવાર ફોટોગ્રાફ્સમાં દેખાય છે. તમને જણાવી દઈએ કે, તેના પતિનુ નામ આર અક્ષરથી શરૂ થાય છે. તેણી છેલ્લે નાગીનમા જોવા મળી હતી.

image source

દેવોલીના ભટ્ટાચાર્ય :

નાના પડદા પર ગોપી વહુ તરીકે ઓળખાતી આ અભિનેત્રી ચાહકોમાં તેની સ્પષ્ટ વલણની શૈલી માટે જાણીતી છે. તેણીએ તેના કમર અને ગળા પર ટેટૂ બનાવ્યુ છે, જેને તે ઘણીવાર ફલોન્ટ કરતી જોવા મળે છે. તેણીના ગળા પરનુ ટેટૂ ઇન્ફીનિટી ટેટુ છે, જે ફેઇથ અને ફેમિલી નો સંકેત આપે છે. તેનો અર્થ વિશ્વાસ અને કુટુંબ છે.

image source

કવિતા કૌશિક :

એફ.આઇ.આર. શો મા ચંદ્રમુખી ચૌટાલા ની ભૂમિકા ભજવતી આ અભિનેત્રીના શરીર પર પણ બે ટેટૂ છે. તેણી ભગવાન પર ખુબ જ અતુટ વિશ્વાસ ધરાવે છે. આવી સ્થિતિમા તેણીએ ભગવાન શિવનુ ટેટુ તેની પીઠ પર અને પ્રભુ શ્રી કૃષ્ણનુ ટેટુ તેમની કમર પર બનાવડાવ્યુ છે. તેના આ ટેટૂને કારણે તે ઘણીવાર હેડલાઇન્સમાં આવી છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!