70 ટકા લોકો ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા સીતારાઓના જુડવા ભાઈ-બહેન વિષે નથી જાણતા – જુવો ફોટો
મિત્રો, ટેલિવિઝન હોય કે ફિલ્મ દરેક જગ્યાએ લોકો પોતાની ઓળખ બનાવવા માટે સખત મહેનત કરે છે. જો કે, આ મનોરંજન જગતમા અમુક એવા કલાકારો પણ છે, જેમનો ચહેરો એકબીજા સાથે ખુબ જ મળતો આવે છે. મતલબ કે, આ લોકો જોડિયા જન્મ્યા હતા. તો ચાલો આજે આપણે આ લેખમા મનોરંજન જગતમા જોડાયેલા આવા અમુક જોડિયા સેલેબ્રીટીઓ વિશે માહિતી મેળવીશુ.
સુકૃતિ અને પ્રકૃતિ કક્કર :
આ બંને બહેનો બોલીવુડ ફિલ્મજગતના મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની સૌથી પહેલી જુડવા પણ કહી શકાય. સુકૃતિ એ “પહેલી બાર” અને “લડકી બ્યુટીફુલ કર ગયી ચૂલ” જેવા ગીતો ગાઈને પ્રખ્યાત થઈ ચુકી છે ત્યારે તે જ સમયે પ્રકૃતિ એ “ભીગ લૂ” અને “તુ હી જાને” જેવા ગીતો ગાઈને ખ્યાતિ મેળવી ચુકી છે.
તારા અને પિયા સુતરિયા :
વર્ષ ૧૯૯૫ મા પારસી પરિવારમાં જન્મેલા આ કલાકારો ની જોડી પણ વિશેષ છે. તારા એ આજે બોલીવુડ ફિલ્મજગત નુ એક જાણીતુ નામ બની ચુકી છે, જ્યારે તેની બહેન પિયા ફિલ્મોથી દૂર રહે છે. આ બંને નિશ્ચિતરૂપે જોડિયા છે પરંતુ એકસરખા દેખાતા નથી.
રઘુરામ અને રાજીવ લક્ષ્મણ :
એમ.ટી.વી. રોડીઝ થી પ્રખ્યાત રઘુ અને રાજુ ટીવી ની દુનિયાના જાણીતા ચહેરાઓ છે. ટીવી સિવાય આ બંને કેટલીક ફિલ્મોમા પણ સાથે આવ્યા છે. વર્ષ ૨૦૧૦ ની તીસ માર ખાન ફિલ્મમા આ બંને એકસાથે જોવા મળ્યા છે.
નિવાન અને કાત્યા તેજવાની :
હિતેન તેજવાની અને ગૌરી પ્રધાન કે જે “સાસ ભી કભી બહુ થી” જેવા ટીવી શો મા એકસાથે જોવા મળતા હતા, તેમણે પણ ૧૧ નવેમ્બરના રોજ જુડવા બાળકો ને જન્મ આપ્યો જેમનુ નામ નીવાન અને કાત્યા છે.
સાગર અને ક્ષિતિજ :
કસોટી જિંદગી કી સીરીયલમા કોમોલિકા બાસુની ભૂમિકા બજાવતી ઉર્વશી ધોળકિયા એ સાગર અને ક્ષિતિજ નામના બે જોડિયા પુત્રોની માતા છે. તેણી આ બંને બાળકોને એકલા જ ઉછેરે છે.
બેલા અને વાયના બોહરા :
શરારત અને સૌભાગ્યવતી ફેમ કરનવીર બોહરા એ વર્ષ ૨૦૦૬ મા તીજય સિંધુ સાથે લગ્ન કર્યા. આ પછી ઓક્ટોબર ૨૦૧૬ મા તે બે જીડવા પુત્રીઓ બેલા અને વાયનાની માતા બની. આ બંને જ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ પ્રખ્યાત છે.
કૃશાંગ અને રાયન :
હાસ્ય કલાકાર કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશ્મીરી શાહ પણ જોડિયા બાળકોના માતા-પિતા છે. ક્રિશાંગ અને રિયાન નો જન્મ જૂન ૨૦૧૭ મા સરોગસીના કારણે થયો હતો.
સાહિર અને સાયષા :
બિદાઇ ફેમ કિંશુક મહાજને તેની પ્રેમિકા દિવ્યા ગુપ્તા સાથે ૧૨ નવેમ્બર, ૨૦૧૧ ના રોજ લગ્ન કર્યા હતા. ત્યારબાદ તે બંને ૭ ઓક્ટોબર ના રોજ જોડિયા સાહિર અને સયાશાના માતા-પિતા બન્યા હતા.
શાહરાન અને ઇકરા દત્ત :
બોલિવૂડ ફિલ્મજગતના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત અને તેની પત્ની માન્યતા દત્ત પણ શાહરાન અને ઇકરા દત્ત નામના જોડિયા બાળકો ધરાવે છે.
લવ અને કુશ સિંહા :
ભૂતકાળના પ્રખ્યાત સમયમા અભિનેતા તરીકે ફરજ બજાવતા શત્રુઘ્ન સિંહા અને પૂના સિંહાના બે જોડિયા પુત્રો છે લવ અને કુશ. આ બંને સોનાક્ષી સિંહાના ભાઈઓ છે. લવે ‘સાદિયાં’થી ડેબ્યૂ કર્યુ છે જ્યારે કુશ એ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી રહ્યો છે.
નોહા અને અશર કૌર બીબર :
નોહા અને અશર એ બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી સન્ની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરના જોડિયા પુત્ર છે. તેનો જન્મ સરોગસી થી થયો હતો.
યશ અને રૂહી જોહર :
ફિલ્મ નિર્માતા કરણ જોહર પણ સરોગસી સાથે સિંગલ પેરેંટ બન્યો. યશ અને રૂહી નો જન્મ વર્ષ ૨૦૧૭ મા થયો હતો. આ બંને સોશિયલ મીડિયા પર પણ ખૂબ ફેમસ થઈ રહ્યા છે.
આર્થર અને શમશેર હાગ :
બોલિવૂડ અભિનેત્રી સેલિનાએ ઓસ્ટ્રેલિયન ઉદ્યોગપતિ પીટર હેગ સાથે લગ્ન કર્યા. વર્ષ ૨૦૧૨ મા તેણે વિસ્ટન હેગ અને વિરાજ હેગ નામના જોડિયાને જન્મ આપ્યો. આ પછી, તેણીએ વર્ષ ૨૦૧૨ મા જોડિયા આર્થર અને શમશેર હાગને જન્મ આપ્યો. જો કે, હૃદય ની બીમારીને કારણે શમશેર ટકી શક્યો નહી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.