લગ્ન વખતે ઐશ્વર્યાને આવા મોંઘા ઘરેણાઓ ગિફ્ટ કરેલા સાસુમા જયા બચ્ચને – જુવો તસવીરો

મિત્રો, જ્યારે છોકરીના લગ્ન થાય છે, ત્યારે પતિ સિવાય તેણીનો સૌથી ખાસ સંબંધ તેણી સાસુમા સાથે હોય છે. સાસુ અને વહુના સંબંધો હંમેશા ખોટી રીતે રજૂ કરવામા આવે છે પરંતુ, જ્યારે વહુ તેના સાસરિયામા પ્રવેશ કરે છે ત્યારે તે તેની પુત્રવધૂ નુ ખુલ્લેઆમ સ્વાગત કરે છે. બોલિવૂડ ફિલ્મજગતમા પણ સાસુ-વહુની એક વિશેષ જોડી છે, તેમની વાર્તાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર વાયરલ થાય છે. આજે અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ તે છે ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન.

image source

જ્યારે જયા બચ્ચન કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણમા આવી હતી ત્યારે ત્યા તેણીએ જણાવ્યુ કે, ઐશ્વર્યા અને અભિષેક ના લગ્ન પછી તે ઐશ્વર્યાના સત્કાર માટે કઈક ભવ્ય કરવા ઇચ્છતી હતી અને આ માટે તેણીએ ઐશ્વર્યા ને અનેકવિધ યાદગાર ભેંટો આપી હતી. ઐશ્વર્યા એ પણ આ વાત નો ખુલાસો કર્યો હતો કે, લગ્ન બાદ તેમની સાસુએ તેમને અનેકવિધ યાદગાર ભેંટો આપી હતી, જે આજ સુધી તેમણે ખૂબ જ સુરક્ષિત રાખી છે. તો ચાલો જાણીએ કઈ છે આ ભેંટો?

image source

સગાઈ ની રીંગ :

અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે વર્ષ ૨૦૦૭ મા પ્રેમની શરૂઆત થઈ હતી. આ બંનેમા પ્રેમ ની ઘંટડી ફિલ્મ ગુરુના સેટ પર વાગી હતી. જ્યારે અભિષેકે ઐશ્વર્યા ને લગ્ન માટે પ્રસ્તાવ મુક્યો હતો ત્યારે તેમણે તેની માતા જયા બચ્ચન દ્વારા પસંદ કરવામા આવેલી ૫૩ કેરેટ સોલિટેરવાળી ખૂબ જ સુંદર રીંગ ઐશ્વર્યા ને પહેરાવી હતી. આ રીંગ નુ મુલ્ય આશરે ૫૦ લાખ રૂપિયા માનવામા આવે છે.

image source

મેન્ગ્લોરીયન કડા :

હિન્દુ સંસ્કૃતિમા લગ્ન સાથે અનેકવિધ રીતીરિવાજો સંકળાયેલા છે. આ રીવાજોમાનો એક હિંદુ રિવાજ એવો છે કે, જ્યારે નવી પુત્રવધૂ ઘરમા પહેલીવાર પ્રવેશે છે ત્યારે સાસુ તેને પોતાના અમુક જૂના ઘરેણા આપે છે અને તેણીની ગૃહપ્રવેશ ની રસમ પૂર્ણ કરે છે. જ્યારે ઐશ્વર્યાએ લગ્ન પછી પહેલીવાર જલસામા પગ મુક્યો ત્યારે જયા બચ્ચને તેણીને મેંગલોરિયન સ્ટાઇલના સોનાના કડા પહેરાવ્યા હતા. આ મેન્ગ્લોરીયન કડા એ ખુબ જ આકર્ષક નકશીકામ ધરાવતા હતા.

image source

લોખંડ ના કડા :

હિન્દુ સંસ્કૃતિના રીતીરિવાજો મુજબ જ્યારે નવી વહુ ઘરમા પ્રવેશે છે ત્યારે એવુ માનવામા આવે છે કે, તેના પર ઘણા લોકોની ખરાબ નજર હોય છે. આ કારણોસર સાસુ તેની પુત્રવધૂ ને ખરાબ નજરથી બચાવવા લોખંડ ના કડા પહેરાવે છે. જયા બચ્ચન ને આ વાતની ખબર હતી, તેથી તેણે પણ તેની પુત્રવધૂ ઐશ્વર્યા ને ગૃહપ્રવેશ બાદ આ કડા પહેરાવ્યા હતા.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!