લોકપ્રિય થતા પહેલા કઈંક આવા દેખાતા હતા ‘તારક મહેતાકા….’ સિરિયલના સ્ટાર્સ – દુર્લભ તસવીરો ક્યારેય નહિ જોય હોય
મિત્રો, તારક મહેતા ધારાવાહિક એ ખૂબ જ લોકપ્રિય શો છે. આ એક એવો શો છે કે, જે આખુ કુટુંબ સાથે મળીને જોઈ શકે છે. આ શોની લોકપ્રિયતા એટલી વધુ છે કે, તેમા કામ કરનારા તમામ કલાકારો આજે પ્રખ્યાત થઇ ચુક્યા છે. આજે આ લેખમા અમે તમને આ શો ની સ્ટારકાસ્ટ ની બાળપણ અને યુવાનીની દુર્લભ તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.
image source
ભવ્ય ગાંધી :
આ બાળ કલાકાર તારક મહેતામા ટપ્પુ નુ પાત્ર ભજવતો હતો. તેણે ફેબ્રુઆરી ૨૦૧૭ મા આ શો કોઈ અંગત કારણોસર છોડી દીધો હતો.
દિશા વાકાણી :
આ અભિનેત્રી ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી છે. તે આ શોમા દયા નુ પાત્ર ભજવતી હતી. દિલીપ જોશીની સાથે મળીને તેણે દર્શકો ને ભરપૂર મનોરંજન પૂરુ પાડ્યુ છે.
અમિત ભટ્ટ :
આ ધારાવાહિક ની અંદર ૪૭ વર્ષીય ચંપકલાલનુ પાત્ર ભજવનાર આ અભિનેતા ખુબ જ પ્રતિભાશાળી છે. તે આ ધારાવાહિક પૂર્વે થીએટર પણ કરી ચુક્યા છે.
કુશ શાહ :
તારક મહેતામા ગોલી નુ પાત્ર ભજવનાર આ બાળ કલાકારે આ ધારાવાહિકથી અભિનય ક્ષેત્રે ઓળખ મેળવી હતી. આ ધારાવાહિક નો ભાગ બનતા પહેલા તેણે ઘણાં નાટકો, જાહેરાતો અને ટૂંકી ફિલ્મોમાં કામ કર્યું હતું.
ઝીલ મહેતા :
આ બાળ કલાકાર તારક મહેતામા સોનુ નુ પાત્ર ભજવતી હતી. તે અભ્યાસ પર પોતાનુ ધ્યાન કેન્દ્રિત કરવા ઈચ્છતી હતી તેથી, તેણે આ શો હાલ છોડી દીધો.
નિધિ ભાનુશાળી :
ઝીલ મહેતા એ શો છોડયો ત્યારબાદ આ અભિનેત્રીએ તારક મહેતા ધારાવાહિકમા સોનુ નુ પાત્ર ભજવ્યુ. તેણે વર્ષ ૨૦૧૨ મા તેણે ઝીલ નુ સ્થાન લીધું હતું.
શૈલેષ લોઢા :
તારક મહેતા ધારાવાહિક એ જુલાઈ, ૨૦૦૮ થી ચાલે છે અને ત્યારથી આ ધારાવાહિકમા શૈલેશ તારક મહેતા નુ પાત્ર ભજવી રહ્યા છે. તે અભિનેતા ઉપરાંત હાસ્ય કલાકાર અને લેખક પણ છે.
રાજ ઉનડકટ :
ભવ્ય ગાંધીએ આ શો છોડયો ત્યારબાદ વર્ષ ૨૦૧૭ મા રાજ ઉનડકટે તેમનુ સ્થાન લીધુ હતુ. તે આ ધારવાહિકમા ટપ્પુ ની ભૂમિકા ખુબ જ સારી રીતે નિભાવી રહ્યો છે.
સમય શાહ :
આ બાળ કલાકાર તારક મહેતા શો મા ગોગી એટલે કે ગુરચરણ સિંહ સોઢીની ભૂમિકા ભજવે છે. આ ધારાવાહિકથી તેણે પોતાના અભિનય કારકિર્દી ની શરૂઆત કરી હતી. એક રસપ્રદ તથ્ય એ છે કે, આ ધારાવાહિકમા તેમના પિતાનુ પાત્ર ભજવનાર રોશન સોઢી નુ વાસ્તવિક નામ ગુરુચરણસિંહ છે.
શ્યામ પાઠક :
આ અભિનેતા એક ખુબ જ અદ્ભુત ટીવી કલાકાર છે. તેમને આ તારક મહેતા ધારાવાહિકમા પોપટલાલ નુ પાત્ર ભજવીને જ એક કલાકાર તરીકે વાસ્તવિક ખ્યાતિ ઓળખ મળી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.