આ 5 બૉલીવુડ સુપરસ્ટાર્સના બોડીગાર્ડની સેલેરી સામે સરકારી ક્લાસ 1 ઑફિરસની નૌકરી પણ ફિક્કી પડે, આંકડો વાંચી ચોંકી જશો
મિત્રો, ગ્લેમરવર્લ્ડમા સ્ટારડમ મેળવવુ એ પોતાનામા જ એક ખુબ મહત્વની વાત છે. કોઇપણ અભિનેતા એકવાર ફિલ્મજગતમા પ્રખ્યાત બની જાય એટલે તેમનુ સામાન્ય માણસોની વચ્ચે એકલા બહાર નીકળવુ ખુબ જ મુશ્કેલ બની જાય છે. આ કારણોસર જ કલાકારો પોતાની સુવિધા અને સુરક્ષા માટે બોર્ડીગાર્ડ રાખે છે અને આ કલાકારો પોતાની સુરક્ષા માટે આ બોર્ડીગાર્ડને એક મોટી રકમ પણ સેલેરી સ્વરૂપે ચુકવે છે. તો ચાલો આજે આપણે આ લેખમા અમુક દિગ્ગજ કલાકારોના બોડીગાર્ડની સેલેરી વિશે માહિતી મેળવીએ.
શેરા :
બોલિવુડ ફિલ્મજગતના દબંગ ગણાતા અભિનેતા સલમાન ખાન હંમેશા બોર્ડીગાર્ડ શેરા સાથે હોય છે. શેરા અગાઉ પણ ઘણીવાર ચર્ચામાં આવી ચુક્યો છે. તે છેલ્લા ૨૦ વર્ષથી સલમાનની સુરક્ષા કરે છે. તાજેતરમા જ શેરાએ સલમાન ખાનને લઇને એક નિવેદન આપ્યું હતું કે, તે સલમાનની સૌથી વધુ નજીક છે. હુ મારા છેલ્લા શ્વાસ સુધી ભાઇજાનની જોડે જ રહીશ. વર્ષ ૧૯૯૫મા એક પાર્ટી દરમિયાન શેરાની મુલાકાત સલમાન અને સોહિલ ખાન સાથે થઇ હતી અને ત્યારબાદ તેમને સલમાન ખાનના બોડીગાર્ડ તરીકે નિયુક્ત કરવામા આવ્ય હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, સલમાન શેરાને પોતાના પરિવારનો સભ્ય માને છે. હવે જો વાત કરીએ તેમની સેલેરીની તો તેમની સેલેરી પ્રતિવર્ષ ૨ કરોડ રૂપિયા છે.
શ્રેયાસે થેલે :
બોલીવૂડ ફિલ્મજગતના આ ખેલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષય કુમારના બોડીગાર્ડ શ્રેયાસ થેલે એ હમેંશા તેમની સેવામા હાજર રહે છે. અક્ષય તેમને પોતાના પરિવારનો સદસ્ય જ માને છે. તેમની સેલેરી ૧.૨ કરોડ પ્રતિવર્ષ છે.
યુવરાજ ઘોરપડે :
બોલીવૂડ ફિલ્મજગતના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આ કલાકાર એટલે કે આમીર ખાનની સુરક્ષા માટે યુવરાજ ઘોરપડે ખડેપગે હાજર રહે છે. તેમની સેલેરી ૨ કરોડ પ્રતિવર્ષ છે.
જીતેન્દ્ર શિંદે :
બોલીવૂડ ફિલ્મજગતના શહેનશાહ તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચનની સુરક્ષા માટે જીતેન્દ્ર શિંદે હમેંશા હાજર રહે છે. તેમની સેલેરી ૧.૫ કરોડ પ્રતિવર્ષ છે.
રવિ સિંહ :
બોલીવૂડ ફિલ્મજગતના રોમાંસ કિંગ તરીકે ઓળખાતા શાહરૂખ ખાન પણ પોતાની સાથે બોડીગાર્ડ રાખે છે, તેનુ નામ રવિ સિંહ છે. તે તેમને પોતાના ઘરના સદસ્યની જેમ જ રાખે છે. તેમની સેલેરી ૨.૫ કરોડ પ્રતિવર્ષ છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.