ઐશ્વર્યા રાયથી લઈને શિલ્પા શેટ્ટી સુધી, કોઈએ 14 તો કોઈએ 20 વર્ષે કર્યું ફિલ્મોમાં કમબેક, એક તો આટલા વર્ષે જોવા મળી

બોલિવૂડની આવી ઘણી દિગ્ગજ અભિનેત્રીઓ છે, જેમણે પોતાના કરિયરમાં ઘણું હાંસલ કર્યું, પરંતુ કારકિર્દીની ટોચ પર તેઓએ લગ્ન કર્યા અને ઈન્ડસ્ટ્રીથી દૂરી બનાવી લીધી. જો કે આમાંથી કેટલીક અભિનેત્રીઓ એવી છે, જેમાંથી કેટલીકએ 25 વર્ષ અને 14 વર્ષના લાંબા અંતર બાદ બોલિવૂડમાં પુનરાગમન કર્યું છે. આજે અમે તમને એવી જ અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

Image Credit

જયા બચ્ચને 1981માં ફિલ્મ સિલસિલા બાદ બોલિવૂડમાંથી બ્રેક લીધો હતો. આ પછી અભિનેત્રીએ લગભગ 20 વર્ષ પછી ફિલ્મ ‘કભી ખુશી કભી ગમ’ દ્વારા પુનરાગમન કર્યું.

Image Credit

શિલ્પા શેટ્ટીએ વર્ષ 2007માં લગ્ન કર્યા બાદથી જ બોલિવૂડથી દૂરી બનાવી લીધી હતી. જો કે, લગભગ 14 વર્ષ પછી, શિલ્પાએ ફરી એકવાર વર્ષ 2021 માં રિલીઝ થયેલી ફિલ્મ હંગામા 2 માં કમબેક કર્યું.

Image Credit

અભિનેત્રી લારા દત્તા 3 વર્ષના બ્રેક બાદ ફરી અક્ષય કુમારની ફિલ્મ બેલબોટમમાં જોવા મળી છે.

Image Credit

પુત્રી આરાધ્યાના જન્મના 4 વર્ષ બાદ બોલિવૂડની ટોચની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને ફરી એકવાર ફિલ્મ જઝબાથી કમબેક કર્યું છે.

Image Credit

લગ્ન બાદ પુત્રીના જન્મના 3 વર્ષ બાદ રાની મુખર્જીએ વર્ષ 2017માં ફિલ્મ હિચકીથી બોલિવૂડમાં પુનરાગમન કર્યું હતું.

Image Credit

અભિનેત્રી ‘ધક ધક’ ગર્લ માધુરી દીક્ષિતે વર્ષ 1999માં ડૉ. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને લગ્ન પછી માધુરીએ પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી. આ પછી અભિનેત્રીએ લગભગ 8 વર્ષ પછી 2007માં આવેલી ફિલ્મ ‘આજા નચ લે’થી બોલિવૂડમાં કમબેક કર્યું હતું.

Image Credit

દિવ્યા ખોસલા કુમારે લગ્નના લગભગ 14 વર્ષ બાદ વર્ષ 2020માં રિલીઝ થયેલી ફિલ્મ સત્યમેવ જયતેથી જોરદાર પુનરાગમન કર્યું હતું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!