વરસાદી સીઝનમાં લગભગ દરેક સામાન્ય વ્યક્તિના શરીરમાં શું શું ફેરફાર આવે અને કઈ રીતે જાળવણી કરવી જોઈએ

વરસાદ ની સીઝન ચાલુ થતા જ જીવનશૈલી માં મહત્વ ના ફેરફાર થતા પાચન અને ચયાપચય ની પ્રક્રિયા મંદ થ​ઈ જાય છે.

વાયુ ની વ્રુધ્ધી થાય છે અગ્નિ મંદ થાય છે.જમીન માથી બાષ્પ- ભેજ નિકળે છે.

દુખાવા ના દર્દી ને દુખાવા વધે છે ,ચામડી ના રોગી ,શ્વાસ ના રોગી ને તકલીફ વધે છે.

તલ ના તેલ ની માલિશ કરી ગરમ પાણી થી સ્નાન કર​વું લાભદાયી છે.

જ​વ ,જુના ચોખા ,ગહું વગેરેહ થી તૈયાર તાજો ભોજન જ લેવો.
ગાય ના ઘી નો ઉપયોગ કર​વો ,દાળ- શાક ના વઘાર માં .મગ ની દાળ ગરમ ગરમ લેવી.

દરેક વખતે જમ્યા પેલા સૈંધ​વ મીઠુ સાથે આદુ નો ટુકડો ચુસી લેવો

જેથી અગ્નિ પ્રદિપ્ત થશે .શાક ભાજી ના સુપ જેવા કે ડુંગળી અને લીલા શાકભાજી નો પણ ઉપયોગ કરી શકાય.

જો વધુ વરસાદ હોય તોહ જમ​વા મા વધુ ખાટા ,નમક ,અને તૈલીય આહાર લેવો નહિ.

ઉકાળેલુ પાણી જ પીવુ અને બને ત્યાં સુધી આદુ કે સુંઠ થી ઉકાળેલુ પાણી પીવુ.

ભોજન ગરમ જ લેવો ,અને કાચા ભોજન પદાર્થો અને સલાડ લેવું નહિ.

આ સીઝન મા વાયુ ની વ્રુધ્ધી થી અગ્નિ મંદ અને ચયાપચય ની ક્રીયા ધીમી થતા કાચા સલાડ- કાકડી વગેરેનો ભોજન મા ઉપયોગ થી વાયુ ગેસ ની તક્લીફ વધશે.

વાસી ખોરાક બિલ્કુલ લેવો નહિ.

દહી ,લાલ માંસ વગેરેહ જે પચ​વા મા વધુ સમય લગાડે એવા ભારે ખોરાક લેવા નહિ.

વરસાદ ની સીઝન માં હરડે સૈંધ​વ નમક સાથે લેવી એ સ્વાસ્થ્ય માટે લાભદાયી છે:;

બપોરે ઉંઘ​વુ નહી .અગ્નિ મંદ થશે અને અપચો વધશે.

આજુબાજુ ની જગયા સાફ અને સ્વચ્છ રાખ​વી.

શરીર નું તાપમાન ઓછુ થાય તોહ વાઈરલ ઇન્ફેક્શન જલ્દી થાય માટે તુરંત જ શરીર ને કોરુ કરી દેવું.

એસી મા પળડેલા વાળ લ​ઈને ,પળડેલા કપડે ના જ​વું.બને ત્યા સુધી આ સીઝન માં એસી નો ઉપયોગ કર​વો નહિ.

વરસાદ મા ગંદા પાણી માં ચાલ​વુ નહિ.

ડાયાબીટીસ ના દર્દી એ પગ કોરા રાખ​વા જેથી પગ મા ઇન્ફેકશન ના લાગે .વરસાદ મા પલડવાથી બચ​વું.

એક અદભુત ચિકિત્સા “બસ્તિ ” -શરીર ના દુખાવા ,સાંધા ના દુખાવા વધુ થતા હોય તેમના માટે પંચકર્મ નું બસ્તિ કર્મ વાત રોગ ની શ્રેષ્ઠ ચિકિત્સા છે.જે આયુર્વેદ પંચકર્મ ક્લિનીક / હોસ્પિટલ મા થ​ઈ શકે:;

-વૈધ મિહિર ખત્રી & વૈધ વંદના ખત્રી (B.A.M.S.)

Leave a Reply

error: Content is protected !!