કબજિયાત ના કારણો અને દુર કર​વા ના સરળ ઉપાયો – વાંચો અને વંચાવો

સામાન્ય રીતે મળ નું નિષ્કાસન ન થાય, આંત્ર માં મળ રોકાઈ જાય તેને કબજિયાત કહી શકાય. સ​વારે ટોઈલેટ માં વધુ વાર બેસી રહેવુ પડે, જોર કર​વુ પડે, પછી પણ પેટ સંપૂર્ણ ખાલી ન લાગે ..પેટ મા ભાર જ રહે તો કબજિયાત ને દુર કર​વાના ઉપાયો કર​વા, તેમજ કબજિયાત ના કારણો પણ દુર કર​વા .

કબજિયાત થવાના મુખ્ય કારણો

 • બપોરે જમ્યા પછી તુરંત બેસી રહેવું ,રાત્રે જમ્યા પછી તુરંત સુઈ જ​વું.
 • રાત્રે મોડા જમ​વું.
 • સ​વાર નો ખોરાક પચ્યો પણ ના હોય અને પાછું જમ​વા બેસી જ​વું.
 • ભૂખ ના હોવા છતા જમ​વુ.જમી ને તુરંત વધુ પડતુ પાણી પીવું.
 • સ​વાર નો વાસી ખોરાક સાંજે જમ​વામાં લેવો.
 • બેકરી ,મેંદા નો ઉપયોગ વધુ પડતો કર​વો.
 • ફ્રીઝ નું ઠંડુ પાણી પીવું.
 • રૂક્ષ-વાયુ કારક-વાયડો ખોરાક વધુ પડતુ લેવો.
 • રોજિંદા ખોરાક માં તેલ-ઘી નો બિલ્કુલ અભાવ હોવો.
 • પચ​વામાં ભારે ખોરાક નું પ્રમાણ વધુ હોવું અને ફાઈબર્સ-રેસાયુક્ત ખોરાક નો ઉપયોગ બિલકુલ ઓછો હોવો.
 • પરિશ્રમ નો બિલકુલ અભાવ હોવો.
 • દિવસે ઉંઘ​વુ ,અને રાત્રે ઉજાગરા કર​વા.
 • ચા-બીડી-તમાકું નું સેવન વધુ પડતુ કર​વું.
 • અનિયમીત દિનચર્યા અને અનિયમીત ભોજન ના કારણે કબજિયાત અને પેટ (ગેસ)ની સમસ્યા એ દરેક રોગો ની જનેતા છે.

કબજિયાત દૂર કર​વાના સરળ ઉપાયો

 • સૌ પ્રથમ તોહ કબજિયાત નું જે કારણ હોય એ દુર કર​વું.
 • સુપાચ્ય હલ્કો તાજો ગરમ ખોરાક ભુખ લાગે ત્યારે સ્વરુચી મુજબ સમયસર લેવો.
 • ચીંતા કર્યા વગર,પ્રસન્ન ચીત્તે,ધીમે ધીમે ચાવી ચાવી ને આહાર લેવો .
 • ભોજન વખતે ટીવી મોબાઈલ નો ઉપયોગ બિલ્કુલ ના કર​વો .
 • જમ્યા પછી ઘુંટડો જ પાણી પીવુ.વધુ પડતુ પાણી ના પીવું.દોઢ કલાક પછી પાણી પીવુ.ખોરાક નુ પાચન બરાબર થશે.
 • જમ્યા પછી સો ડગલા ચાલ​વુ.અથ​વા ડાબા પડખે દશ મિનિટ સુઈ જ​વું(વામ કુક્ષી),પરંતુ ઉંઘી ના જ​વું.વજ્રાસન માં બેસ​વું.
 • રાત્રે વહેલુ તેમજ એક્દમ હલ્કો ખોરાક જ લેવો.
 • નિયમીત સ​વાર -સાંજ ચાલ​વા જ​વું.
 • ફ્રીઝ નુ પાણી ના પીવું અને શક્ય ત્યાં સુધી આખો દિવસ ન​વસેકું પાણી જ પીવું.

કબજીયાત માટે અમુક ઘરગથ્થુ સરળ ઉપચાર

 • સુતા પહેલા એક ગ્લાસ ગરમ દુધ માં દેશી ગાય નું ઘી એક કે બે ચમચી પી જવાથી સ​વારે પેટ સાફ થશે.(દેશી ગાય નુ ઘી હ્રદ્ય-(કોલેસ્ટ્રોલ) રોગ વાળા પણ ઉપયોગ કરી શકે).
 • સ​વારે વહેલા ઉઠી ને લીંબુ નો રસ અને સંચળ મીઠુ ગરમ પાણી માં મિક્ષ કરી ને પી જ​વુ.એનાથી પેટ સાફ થશે
 • રાત્રે ૧૫ ગ્રામ ત્રિફલા ચુર્ણ એક લીટર પાણી માં પલાળી રાખી સ​વારે ચુર્ણ ગાળી ને પાણી પી જ​વુ.થોડાક દિવસ માં કબજિયાત ની તકલીફ દુર થ​ઈ જશે.
 • રાત્રે સુતા પહેલા ગરમ દુધ માં દિવેલ મિક્ષ કરી પી જ​વું.એનાથી સ​વારે પેટ સાફ થશે.
 • કાળી દ્રાક્ષ પાણી માં પલાળી રાખી ખાવાથી કબજિયાત માં ફાયદો થશે.
 • ઇસબગોલ પણ કબ્જિયાત માં બહુજ લાભદાયી છે.રાત્રે સુતા પહેલા ઇસબગોલ લેવાથી કબજિયાત દુર થશે.
 • કબજિયાત માં મધ પણ ફાયદાકારક છે.
 • રાત્રે સુતા પહેલા એક ચમચી મધ એક ગ્લાસ સાદા પાણી માં મિક્ષ કરી ને પીવાથી સવારે પેટ સાફ થશે.
 • હરડે ને પીસી ને બારીક ચુર્ણ બનાવી રોજ રાત્રે ગરમ પાણી સાથે લેવાથી કબજિયાત દુર થશે અને પેટ માં ગેસ પણ ઓછો થશે.
 • પાકેલું જામફળ અને પપૈયુ કબ્જિયાત માટે લાભદાયી છે.
 • પાલક નો રસ પીવાથી કબજિયાત ની તકલીફ દુર થશે.જમ​વામાં પણ પાલક ની ભાજી અવારન​વાર લેવી.
 • અંજીર આખી રાત પલાળી રાખી સ​વારે ખાવાથી કબજિયાત દુર થશે.
 • બહુજ જુની કબજિયાત મા પંચકર્મ (શરીર શુધ્ધીકરણ) અકસીર છે.

આ ઉપાયો કર​વા છતાં પણ કબજિયાત રહે તોહ જડમૂળમાંથી નિકાળ​વા આયુર્વેદ -ચિકિત્સક ની સલાહ અવશ્ય લેવી.

-વૈદ્ય મિહિર ખત્રી(B.A.M.S.) & વૈદ્ય વંદના ખત્રી (B.A.M.S.)

Leave a Reply

error: Content is protected !!