આંખોના રોગ મટાડી દેનાર કેસર આ રહસ્યમય મંદિરના અખંડ દીવાની જ્યોત માંથી નીકળે છે

હિન્દુ ધર્મના ધર્મસ્થાન સમાન ભારતદેશ પ્રચુર માત્રામાં મંદિરો ધરાવે છે. હિન્દુસ્તાનના કોઇપણ ખૂણે મંદિરોની માત્રા છે. કોઇ સૈકાઓ પુરાણા-કાળનો ભાર ઝીલતાં ઉભા છે તો કોઇ અદ્યતન યુગમાં પણ બનેલા છે. અમુક મંદિરો એવા રહસ્યમય પણ છે, જેની મહત્તા સદીઓથી ગવાય છે. જેના રહસ્યને પામવાની લાખ કોશિશો પણ થાય છે. છતાં પરીણામ શૂન્ય!

ભારતમાં એવા ઘણાં મંદિરો પણ છે જેના રહસ્યોને સમજવામાં બુધ્ધિ બહેર મારી જાય છે. વિજ્ઞાન પણ એ પામી શકવાને સક્ષમ નથી. આજે અમે તમને એક એવા મંદિર વિશે માહિતગાર કરાવવા જઇ રહ્યાં છીએ જેની અખંડ જલતી જ્યોતમાંથી કાજળ/ધૂમાડા નહી, કેસર નીકળે છે! અતિશયોક્તિ નથી, સત્ય છે. અને એ ત્યારે સમજાશે જ્યારે તમે આખી વાત જાણશો.

વાત છે રાજસ્થાનના જોધપુર જીલ્લાના બિલાડા નામક ગામની. અહીં આવેલ શ્રીઆઈજી માતાનું મંદિર બિલાડા ગામને રાજસ્થાનમાં તો ઠીક, ભારતમાં પણ પ્રસિધ્ધી અપાવે છે. મંદિર જગવિખ્યાત છે. લાખો ભાવિકોની આસ્થાના કેન્દ્ર સમાન છે. મંદિરની પરીસરમાં અનેકો વર્ષ અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અને આ જ્યોત જ મંદિરને બહોળી પ્રસિધ્ધી અપાવવામાં કારણભૂત બનેલ છે. વાત એમ છે કે, જ્યોતિમાંથી કાજળને બદલે કેસર નીકળે છે…! ભક્તો તેને આંખ પર લગાવે છે અને કહેવા પ્રમાણે, આંખની કોઇપણ બિમારી ચૂટકીભરમાં મટી જાય છે..!

માતાજી થયાં હતાં જ્યોતમાં વિલીન –

માતા શ્રીઆઈને દુર્ગા અવતાર માનવામાં આવે છે. ગુજરાતના અંબાપુરમાં પ્રગટ થયા બાદ માતાજીએ અત્ર-તત્ર ભ્રમણ કરેલું. બાદમાં તેઓ જોધપુર ખાતે બિલાડા ગામે આવેલા. માન્યતા અનુસાર, અહીં તેમણે ભક્તોને ૧૧ સદ્ગુણના ઉપદેશ આપેલ. આજે પણ એની સાક્ષીરૂપે લોકો માતાજીનો પ્રસાદ માનીને આ ૧૧ ઉપદેશનું નિશ્વિતરૂપે પાલન કરે છે. બાદમાં, કહેવા પ્રમાણે માતાજી આ જ્યોતમાં પોતાની જાતે વિલીન થયાં હતાં. અને તે દિવસથી જ્યોતમાંથી કેસર નીકળે છે. એ પ્રમાણ છે કે, જગદંબા આજે પણ જીવિત છે,હાજર છે!

સંગેમરમરથી બનેલા આ મંદિરની અંદર માતાજીની એક ફોટો છે જે એક ગાદી પર વિરાજીત છે. મંદિરની અંદર એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે. ભારી માત્રામાં હજારો લોકો અહીં દર્શનાર્થે આવે છે. માતાજી પર અતૂટ વિશ્વાસ ધરાવે છે. અનેક દુ:ખોની માં તારણહાર છે. લોકોની પ્રબળ માન્યતા છે કે, અહીં પ્રજ્વલિત જ્યોતમાંથી નીકળતો કેસર આંખ પર આંજવાથી ગમે તેવી આંખની બિમારી દુર થાય છે. એ માટે માતા પર અતૂટ શ્રધ્ધા હોવી જોઇએ, બસ! નવરાત્રિના દિવસોમાં અહીં થોકેથોકે લોક ઉમટે છે અને માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કરે છે.

એક કથા એવી પણ છે કે, દિવાન વંશના રાજવી અચાનક એક વખત ગાયફ થઇ ગયેલાં. માતાજી એમના શોધતા-શોધતા આ મંદિર સુધી આવી ચડેલ અને ત્યારથી જ તેમના અહીં બેસણા છે. મંદિરની જ્યોત લગભગ સાડા પાંચસોથી પણ વધુ વર્ષથી અખંડ રીતે બળે છે.

દોસ્તો, કેવી લાગી રાજસ્થાનની ભોમકાની આ અનોખી જાણકારી? આશા છે કે, પસંદ પડી હશે. એમ જ હોય તો ચોક્કસ આપના મિત્રો સાથે પણ શેર કરજો અને નિયમિત લેતાં રહેજો આ પેજની મુલાકાત. ધન્યવાદ!

Leave a Reply

error: Content is protected !!