રથયાત્રા ના 15 દિવસ પહેલા કેમ બીમાર પડી જાય છે ભગવાન જગન્નાથ… વાંચો ઐતિહાસિક કથા

પુરીમાં ભગવાન જગન્નાથ ના એક પરમ ભક્ત રહેતા હતા શ્રી માધવ દાસ જી..એ પ્રભુ ની ભક્તિમાં લિન હતા..


તેઓ પ્રતિદીન પ્રભુ ના ભજન કરતા…સંસાર માં તેમનું બીજું કોઈ હતુ નહીં તેથી તેઓ ભગવાન જગન્નાથ ને જ સર્વે સર્વે માનતા…

એક વખત માધવ દાસજી બીમાર પડી ગયા.. એટલા કમજોર પડી ગયા કે ઉભા પણ થઈ શકતા નહતા…

આસ પડોસ ના લોકો તેમને કહેતા વૈદ્ય ને બોલાવો પણ માધવ દાસજી કહેતા મારી રક્ષા માટે મારો નાથ બેઠો છે મારે કોઈની સહાયતા ની જરૂર નથી..

એક સમયે તેમની પીડા અતીસ્ય વધી ગઈ…ત્યારે ભગવાન જગન્નાથ મનુષ્ય રૂપ ધારણ કરી તેમની સહાયતા માટે પહોંચ્યા…

અને કહ્યું મહારાજ હું તમારી સેવા કરી દઉં તમે ભક્તો માટે શું નથી કર્યું..??

મહારાજજી જવાબ આપવામાં અસમર્થ હતા..

માધવ દાસજી નો રોગ એટલો વધી ગયો હતો કે તેમને ખબર જ નહતી કે ક્યારે તેઓ મળ મૂત્ર નો ત્યાગ કરી દેતા હતા. વસ્ત્ર ખરાબ થઈ જતા હતા..

એ વસ્ત્રો ને ભગવાન જગન્નાથજી પોતાના હાથો થી સાફ કરતા હતા…એમના પુરા શરીર ને પણ સાફ કરી તેમને સ્વસ્થ રાખતા હતા..કોઈ પોતાનો પારિવારિક સભ્ય પણ જેટલી સેવા ન કરી શકે એટલી સેવા ભગવાન જગન્નાથ જી એ માધવદાસ જી ની કરી..

માધવદાસ જી ને જ્યારે ભાન આવ્યું ત્યારે તેઓ ઓળખી ગયા કે આ મારો નાથ જ હોઈ શકે અને ભેટી પડ્યા…

આંખો માંથી આંસુઓ નો દરિયો વહેવા લાગ્યો..

માધવદાસ જી બોલ્યા પ્રભુ તમારે આ બધુ કરવાની શું જરૂર હતી તમે તો આ રોગને ચપટી વગાડતા દૂર કરી શકતા હતા..

જગન્નાથ જી બોલ્યા,, માધવ તારી વાત સાચી છે…પણ કર્મમાં જે લખેલું છે તેને દરેક મનુષ્ય ને ભોગવવાનું જ છે…આ જન્મમાં નહીતો આવતા જન્મમાં પણ કોઈ પોતાના કર્મોથી ન બચી શકે…અને હું મારા ભક્ત ને આટલા અસહ્ય કષ્ટમાં કઈ રીતે જોઈ શકું ??

તારો 15 દિવસ નો રોગ બચ્યો છે જેને હું લઉં છું …

તારી ભક્તિ સામે આ કશું જ નથી..

માટે આજે પણ ભગવાન 15 દિવસ માટે બીમાર થાય છે…

ભગવાન જગન્નાથ ને રોજ 56 ભોગ ચઢાવામાં આવે છે પણ આ 15 દિવસોમાં ભગવાન ની રસોઈ બંધ કરી દેવામાં આવે છે..

ભગવાન જલ્દી ઠીક થાય તે માટે તેમને લેપ લગાડવામાં આવે છે…જગન્નાથ મંદિર માં તો ભગવાન ની બીમારી ચેક કરવામાં માટે પ્રતિદિન વૈદ્ય ને પણ બોલવામાં આવે છે..

ભગવાન ને ફળ અને ફળોનો રસ ચઢાવામાં આવે છે..અને મીઠું દૂધ અર્પિત કરવામાં આવે છે…

ભગવાન જગન્નાથજી બીમાર છે જેથી મંદિર ના કપાટ 15 દિવસ માટે બંધ કરી દેવામાં આવે છે કોઈ વ્યક્તિ પ્રભુ ના દર્શન કરી શકતો નથી..

ભગવાન ભૂખ્યા છે તો ભક્તો કઈ રીતે ખાઈ શકે ??સમગ્ર પુરી વાસીઓ 15 દિવસ સુધી અન્ન નો એક દાળો પણ મોઢામાં નાખતા નથી…

ભગવાન ની જેમ ફળ…રસ અને દૂધ ની જ સેવન કરે છે…

જયારે તેઓ સ્વસ્થ થઈ જ્યાં ત્યારે પોતાના ભક્તો ને દર્શન આપવા નીકળે છે..તેમના દર્શન માટે ભક્તો નો જનસૈલાબ ઉમડી પડે છે..

ભગવાન ના દર્શન કર્યા બાદ જ ભક્તો અન્ન ગ્રહણ કરે છે…

આસ્થા અને ભક્તો અને ભગવાન વચ્ચેનો આ સ્નેહ…..આધુનિક દુનિયામાં પણ અતુટ છે..

જય જય જગન્નાથ…?????

Leave a Reply

error: Content is protected !!