આવુ થઇ જાય તો રાજકોટ પણ આવી શકે છે ગ્રીન ઝોનમાં

કોરોના વાયરસ નો ભયને લીધે કરવામાં આવેલા લોકડાઉનનો દ્વિતીય તબક્કો પૂર્ણ થવાનો છે. તે પહેલા આરોગ્ય મંત્રાલય દ્વારા ગ્રીન ઝોન માટેના કેટલાક અગત્યના નિયમ ચેન્જ કરવામાં આવ્યા છે. હવે જે જિલ્લાઓમાં ગયા 21 દિવસમાં કોઈ નવા કેસ નહીં આવે તેનો સામેલ ગ્રીન ઝોનમાં કરવામાં આવશે. આના પહેલા 28 દિવસમાં જો નવો કેસ ન આવે તો તેને ગ્રીન ઝોનમાં મૂકવામાં આવતું.

આરોગ્ય મંત્રાલયના નવા ચેન્જ કરેલા નિયમ અનુસાર, ગયા 21 દિવસમાં કોઈપણ જાતના કેસ નવા નોધવામાં આવ્યા ન હોય તો તે જિલ્લાને ગ્રીન ઝોન તરીકે કહેવામાં આવશે. મંત્રાલયે ભારત દેશના 319 જિલ્લાને ગ્રીન ઝોન તરીકે હાલમાં જ જાહેર કરી દીધા છે. જ્યારે 134 જિલ્લાઓને રેડ ઝોન અને 284 જિલ્લા ઓરેન્જ ઝોન તરીકે જાહેર કર્યા છે.

ગુજરાતની જો હાલમાં વાત છે ત્યાં સુધી અહીં ૩૩ જિલ્લા પૈકી 9 જિલ્લા રેડ ઝોન તરીકે વિભાજીત કરવામાં આવ્યા છે, 19 જિલ્લા ઓરેન્જ ઝોનમાં તથા બાકીના 5 જિલ્લાને ગ્રીન ઝોનમાં મુકવામાં આવ્યા છે.

હવે જો આપણે રાજકોટ શહેરની વાત કરીએ તો 58 નવા કોરોના વાયરસ ના કેસ હોવા છતાં રાજકોટ શહેર ઓરેન્જ ઝોનમાં મૂકવામાં આવ્યું છે. આવામાં જો હવે 21 દિવસ રાજકોટ શહેરમાં એક પણ કેસ જો નવો આવશે નહીં તો રાજકોટ શહેર ગ્રીન ઝોનમાં મૂકી દેવામાં આવશે છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!