ઈતિહાસની 3 ખુબસુરત મહિલાઓ, જેને મેળવવા માટે તરસતા હતા લોકો

ઇતિહાસ માં ઘણા એવા લોકો પણ છે જેને આજે પણ યાદ કરવામાં આવે છે. અને તેની ખૂબસૂરતી ની દુનિયા પણ દીવાની છે. આજે અમે તમને ઇતિહાસ ની એવી 3 સૌથી ખૂબસુરત મહિલાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમને જોવા માટે પણ લોકો તરસતા હતા અને તેમને લઈને ઘણી વાર ઝઘડા પણ થયા છે. તો ચાલો જાણીએ આ 3 સ્ત્રીઓ વિશે વિસ્તારમાં.

image source

1) રાણી પદ્મિની – ચિતૌડ ની મહારાણી રાણી પદ્મિની ને ઇતિહાસ ની સૌથી ખૂબસૂરત રાણીઓમાં થી એક માનવામાં આવતી હતી. તે એટલી ખૂબસુરત હતી કે તેમને જોવા માટે પણ લોકો તરસતા હતા. અને તેમના પર સૌ કોઈ ફિદા પણ હતા. મુઘલ બાદશાહ અલાઉદીન ખિલજી પણ તેમને પામવા માટે 8 મહિના સુધી ચિતૌડ ની સીમા પર હતા. પરંતુ રાણી પદ્મિની એ એમને કામયાબ ના થવા દીધા. અને તેમની સાથે બીજી મહિલાઓએ પણ પોતાને આગના હવાલે કરી દીધા.

image source

2) જોધા બાઈ – જોધા એક હિન્દુ રાજા ની પુત્રી હતી અને ખૂબ જ સુંદર હતી. તેની સુંદરતા ની ચર્ચા દૂર દૂર સુધી હતી અને તેમની સુંદરતા પર ઘણા રાજા મોહિત હતા. તે સમયે ભારત પર મુઘલ સલ્તનત ના સુલતાન અકબર રાજા હતા. અકબર એ જોધા ને એક મેળામાં જોયા હતા. અને તેને જોતા જ મોહિત થઈ ગયા હતા.

image source

અકબર તેમની સુંદરતા થી પ્રભાવિત થયા અને તેઓએ જોધા ને પામવા માટે આમેર ઉપર આક્રમણ કરી દીધું. પોતાના રાજ્ય ને બચાવવા માટે જોધા ના પિતાને જોધા બાઈ ના લગ્ન અકબર સાથે કરાવવા પડ્યા. જોકે પછીથી અકબર એ હિન્દુ મુસ્લિમ ભાઈચારા ને ખૂબ વધાર્યું અને તે ભારત ના સારા રાજાઓ માના એક રાજા બન્યા.

image source

3) શહજાદી ફિરોઝા – શહજાદી ફિરોઝા ને પણ ઇતિહાસ ની સૌથી ખૂબ સુંદર મહિલાઓ માથી એક માનવામાં આવતી હતી. શહજાદી ફિરોઝા અલાઉદીન ખિલજી ની સગી દીકરી હતી. જેને જાલોર ના કાન્હડદેવ ના દીકરા વિરમ દેવ સાથે પ્રેમ થઈ ગયો હતો પરંતુ જ્યારે ખિલજી ને આ વાત ની ખબર પડી કે તેમની દીકરી એક હિન્દુ રાજકુમાર ને પ્રેમ કરે છે તો તેમણે વિરમ દેવ નો વધ કરાવી દીધો. ત્યાર બાદ ફિરોઝા એ પણ આત્મહત્યા કરી લીધી.

Leave a Reply

error: Content is protected !!