મહાભારતની સીરીયલમાં દ્રૌપદી વિશેના આ ૫ રહસ્યો જોવા નહિ મળે – જરૂર વાંચજો શું છે વિગત

મહાભારતમાં દ્રૌપદીની ભૂમિકા એક અહમ ભૂમિકા હતી, દ્રૌપદી જેવી સ્ત્રી ત્યારે આખા ભારતવંશ માં ગોતવી મુશ્કેલ હતી, તે બધા જ ગુણોમાં સંપૂર્ણ હતી. દ્રૌપદી પાંચાલ દેશના નરેશ રાજ દ્રુપદની પુત્રી હતી, તેથી તે દ્રુપદ કન્યાના નામ થી પણ જાણીતી હતી, રાજા દ્રુપદે દ્રૌપદીને યજ્ઞ માંથી કુરુવંશ ના નાશ માટે જ ઉત્પન્ન કરેલી હતી.યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી હોવાને લીધે તેને યજ્ઞસની ના નામ થી પણ ઓળખવામાં આવતી હતી. દ્રૌપદીના જીવનના એવા પાંચ રહસ્ય જે ભાગ્યે જ બધા લોકો ને ખબર હશે.

૧. દ્રૌપદીના પુણ્ય કરેલા કામો – લોકકથા અનુસાર દ્રૌપદીના વસ્ત્રા હરણ થયું ત્યારે દ્રૌપદીએ કરેલા બે પુણ્ય કર્યો તેમને કામમાં લાગેલા. પહેલું કારણ એ છે કે, એક વખત દ્રૌપદી ગંગામાં સન્સન કરવા ગયેલી અને આ સમયે તેને એક ઝાડીઓમાં છુપાયેલો સાધુ જોયો , જે ગંગા સ્નાન કરવા માટે આવેલો પરંતુ તેની ધોતી ગંગામાં વહી ગયેલી જેથી તે ઝાડીઓમાં છુપાઈને બેસેલો હતો, દ્રૌપદીને આ વાત સાધુ દ્વારા ખબર પડતા તેણી એ તરત જ તેની સદી માંથી ધોતી જેટલો કટકો કાપીને આપી દીધો. અને ત્યારે સાધુ એ પ્રસન્ન થઈને દ્રૌપદીને આશીર્વાદ આપેલા.

બીજું કારણ એ છે કે, શુશુપલના વધ સમયે ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સુદ્ર્શેન ચક્ર છૂટ્યું પછી, શ્રી કૃષ્ણ આંગળીમાં વાગી ગયેલું, ત્યારે દ્રૌપદી તેની સદી ફાડીને ભગવાનને પતો બાંધેલો.આ દ્રૌપદીના વ્યવહાર થી કૃષ્ણે દ્રૌપદીને કહેલી કે એક દિવસ તારી આ સદીની કિંમત હું તને જરૂર ચૂકવી આપીશ.અને આ કર્મો થી દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે તેની સાડી ખુબજ લાંબી થઇ ગઈ જે દુશાશન દ્વારા ખેચવા છતાં પણ પૂરી જ ના થઇ.

૨. મહાભારતમાં દ્રૌપદીને પાંચ પતિ હતા,તો આ પાંચ પતિઓ માટેની કહાની તેના પૂર્વ જન્મ સાથે જોડાયેલી છે, પાછલા જન્મમાં દ્રૌપદી રાજા નળ અને દમયંતીની પુત્રી હતી, તેનું નામ નલયની હતું.નાલયની એ ભગવાન શિવની કઠોર તપસ્યા કરીને પાંચ ગુણો વાળો પતિની ઈચ્છા દર્શાવેલી અને તેના પાંચ ગુણો આ હતા, તેનો પતિ ધર્મે જ્ઞાની હોય,તેના પતિમાં ૧૦૦૦ હાથી જેટલું બળ હોય, તેનો પતિ વીર યોદ્ધા અને સર્વેશ્રેઠ ધનુર ધર હોય, તેનો પતિ ઉત્કૃષ્ટ જ્ઞાની હોય તેમજ કામદેવ સમાન સ્વરૂપવાન હોય.

અને આ બધા જ ગુણો એક વ્યક્તિ માં મળવા અશક્ય છે,એવું શિવાજી એ દ્રૌપદીને કહ્યું પરંતુ દ્રૌપદી તેની ઝીદ ઉપર તાકી રહી ત્યારે શિવજીએ કહ્યું કે તને પાંચ પતિ થશે અને ટુ દરરોજ સવારે સ્નાન કરીશ એટલે ફરીથી કુવારી થઇ જઈશ, અને આવી રીતે દ્રૌપદી પંચકન્યા માંથી એક થઇ ગઈ.

૩. કર્ણ કૃષ્ણ અને દ્રૌપ્દીમાં સમાનતા:- દ્રૌપદી આમ તો કૃષ્ણાના નામ થી જાણીતી હતી,તેના શરીર નો રંગ કૃષ્ણની જેમ નીલ વર્ણ હતો, એટલે કૃષ્ણ તરફથી જ તેને કૃષ્ણા નામ પ્રદાન કરવામાં આવેલું, અને તે કૃષ્ણ ભગવાનની પ્રિય સખી હતી.

કૃષ્ણ ભગવાનની માંસ પેશીયા મૃદુ હતી અને તેથી જ તેનો દેખાવ છોકરીઓ જેવો લાવણ્યમાય લાગતો હતો.પરંતુ યુધ્ધ સમયે તેની માંસપેશીયા વિસ્તૃત થતી હતી અને હમેશ કોમળ દેહવાળા કૃષ્ણ કઠોર દેખાવા લગતા હતા, અને આજ સામ્યતા દ્રૌપદી અને કર્ણ ના શરીર માં પણ હતી.

4.દ્રૌપદી કૃષ્ણને પ્રેમ કરતી હતી, તેની એક દાસી હતી જે કૃષ્ણ વિશેના બધાજ સમાચાર દ્રૌપદી સુધી પહોચાડતી હતી, અને કૃષ્ણના પરાક્રમો થી દ્રૌપદી કૃષ્ણ તરફ આકર્ષાઈ હતી,એક વખત કૃષ્ણ અને દ્રૌપદીની મુલાકાત થાય છે ત્યારે, કૃષ્ણે દ્રૌપદીને અર્જુન વિશે માહિતી આપીને દ્રૌપદીને અર્જુન પ્રત્યે આકર્ષી હતી, અને ટાયર થી જ બંને મિત્રો બની ગયા હતા, તેમજ કૃષ્ણ પોતે જાણતા હતા કે, રાજા દ્રુપદ એવા જમાઈ ની ખોજ માં છે, જે દ્રૌણ પ્રત્યેની તેમની પ્રતિશોધ ની આગ ને બુજાવી શકે અને કૃષ્ણ દ્રૌપદી સાથે લગ્ન કરીને કોઈની પ્રતીશોધની આગ નો મોહરો બનવા નહોતા માગતા.

અને ઘણા બધા કવિ અને લેખકો એ કૃષ્ણ અને દ્રૌપદી ના સંબંધ વિશે લખ્યું છે, કૃષ્ણ અને કૃષ્ણા બંને એકબીજા માટે સર્વે શ્રેષ્ઠહતા, પરંતુ કૃષ્ણ અને રાધા ના સંબધને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે , જે સંબંધ તો બાલ્યકાળ નો હતો, જયારે દ્રૌપદી અને કૃષ્ણ નો સંબધ તો આત્મીયતાનો હતો.પરંતુ ભક્તિકાળના સમયે કવિઓ એ આ સંબંધ ની ઉપેક્ષા કરેલી અને રાધા સાથેના સંબધ ને જ ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે .

૫.દ્રૌપદીનું જીવન :-દ્રૌપદીએ પાંચેય પાંડવો સાથે લગન કરેલા, ભરી સભામાં તેનું વસ્ત્રા હરણ કરવામાં આવેલું, મત્સ્ય વંશના રાજા કીચકે તેની સાથે જબરદસ્તી કરવા માગેલી, દ્રૌપદી એ 12 વર્ષે વનવાસ ભોગવેલો, અને અજ્ઞાતવાસ દરમિયાન તને એક દાસીનું જીવન જીવેલું.

દ્રૌપદીને પાંચ કન્યાઓમાં ગણવામાં આવે છે, પુરાણ અનુસાર 5 સ્ત્રીઓ લગ્ન કર્યા બાદ પણ કન્યામાં ગણાય છે, તેમાંનું એક નામ છે દ્રૌપદી, આ પાંચ કન્યાઓ પુરણ અનુસાર,અહિલ્યા, દ્રૌપદી, કુંતી, તારા અને મંદોદરી હતા.પાંચ પુરુષો સાથે લગ્ન કરવા છતાં તેને પોતાના ચરિત્રને સમાજ ની સામે પવિત્ર સિદ્ધ કરેલ છે. કુરુવંશનું આખું યુધ્ધ દ્રૌપદીને લીધે જ થયેલું. પાંચ પતિઓ હોવા છતાં દ્રૌપદીને એકલતા હતી કેમ કે બધા જ ભાઇઓંએ બીજા લગ્ન કરીને બીજી રાણીઓ સાથે સંસાર વસાવેલો, સૌથી વધુ દૃષ્ટકાર્યે દ્રૌપદીના જીવનમાં એ થયેલું કે, યુધ્ધના અંતમાં અશ્વસ્થામાં દ્વારા તેના પાંચેય પુત્રોનો રાત્રીના સમયે સુતા હતા અને મારી નાખવામાં આવ્યા હતા.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!