હળદરનો આવો ઉપયોગ કરશો તો સ્વાસ્થ્ય સિવાય આ જગ્યાઓએ પણ ચમત્કારિક ફાયદો આપશે

આયુર્વેદમાં હળદળ ને ખુબજ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.હળદળનો પ્રયોગ ખાવામાં ટેસ્ટમાં વધારો કરવા માટે અને શરીરને તંદુરસ્ત રાખવા માટે કરવામાં આવે છે.હળદળ શરીરને સ્વસ્થ રાખે ચેહ તેમજ ત્વચા ને સુંદર બનાવે છે.હળદળ નો ઉપયોગ ખાવામાં અને ત્વચા ઉપર લગાવવા સિવાય પણ જીવનની પરેશાનીઓને દુર કરવા માટે પણ થાય છે. જે ભાગ્યે કોઈક જ લોકોને ખ્યાલ હશે.

હળદળ ને શાસ્ત્રમાં ખુબ જ ચમત્કારિક માનવામાં આવે છે.શાસ્ત્રો પ્રમાણે જો તેનો ઉપયોગ બરાબર રીતે કરવામાં આવે તો, કોઈનું પણ ભાગ્ય ચમકી જાય છે.સાથે સાથે જીવનની ઘણી મુશ્કેલીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

મિત્રો હળદળ સાથે જોડાયેલા કેટલાક ચમત્કારીક ફાયદાઓં વિશે અમે આપને જણાવીશું.

૧.નકારાત્મક ઉર્જા ને ખત્મ કરી નાખે છે :- હળદળ ને પવિત્ર માનવામાં આવે છે, આજ કારણ થી હળદળનો ઉપયોગ પૂજામાં પણ કરવામાં આવે છે.હળદળ માં રહેલ શક્તિઓ નકારાત્મક ઉર્જાને ખત્મ કરી નાખે છે.અગર જો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા દેખાય તો તમે ઘરના મુખ્ય દરવાજા આગળ હળદળને રાખી દેવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરશે નહિ.તેમજ તમે ઘરના કોઈ પણ ખુણામા એક લાલ કપડામાં થોડી હળદળ નાખીને બાંધીને રાખી દેશો તો પણ તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા તરતજ ખત્મ થઇ જશે.

૨.રોગ ની સામે રક્ષણ મળશે :-હળદળની મદદ થી ઘણા બધા રોગની સામે રક્ષણ મળે છે. રોગની સામે રક્ષણ મેળવવા માટે, દરરોજ સવારે નાહીને હળદળ થી કપાળમાં ચાંદલો કરવો જોઈએ.

૩.બૃહસ્પતિ ગ્રહ :- બૃહસ્પતિ ગ્રહ તમારા જીવનમાં કમજોર હોય તો, કોઈ પણ કાર્યમાં સફળતા મળતી નથી.અને લગ્નની બાબતમાં પણ વિઘ્ન આવતા રહે છે.બૃહસ્પતિ ગ્રહને પ્રસન્ન કરવા માટે તમે હળદળ નો પ્રયોગ કરો અને આ પ્રયોગમાં દર બુધવારે તમારે હળદળના પાણી થી સ્નાન કરવાનું છે.આવું કરવાથી બૃહસ્પતિ ગ્રહ મજબુત થઇ જશે.અને જે લોકોને લગ્ન સંબધિત વિધ્નો છે તે દુર થશે, તેમજ દર બુધવારે હળદળ વાળું દૂધ પીવાથી અને કોઈ પણ વસ્તુમાં હળદળ નાખીને ખાવાથી અધિક ફાયદો થશે.

૪.વિવાહિત જીવન ને લગતી સમસ્યા :- લગ્ન બાદ તમારા વિવાહિત જીવન માં બહુ પરેશાનીયા આવી રહી છે, તો તમારે આ પ્રયોગ કરવો આવશ્યક છે. આ પ્રયોગમાં સ્નાન કર્યા બાદ એક તાંબાના લોટામાં ચોખું પાણી લઈને તેમાં થોડી હળદળ મિલાવીને સૂર્યે ભગવાન ને જળ અર્પણ કરવાનું છે. આને જળ ને અર્પણ કર્યા બાદ તે જળ થી કપાળ માં તિલક કરવાનું છે.આવું દરરોજ કરવાથી તમારા વિવાહિત જીવન ને લગતી બધી જ પરેશાનીયા દુર થઇ જશે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!