આ પ્રસંગોએ હનુમાનજીની પૂજા ન કરો, આ સમય દરમિયાન પૂજા કરવાનાથી અશુભ પરિણામ મળે છે

હનુમાનજી ની ઉપાસનાથી દુઃખ દૂર થાય છે અને હનુમાનજી તેમના ભક્તોની આખો સમય રક્ષા કરે છે. મંગળવાર હનુમાનજી સાથે સંકળાયેલ છે અને આ દિવસે કોઈએ હનુમાનજી ની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે હનુમાનજી કલયુગના અંત સુધી આ વિશ્વની રક્ષા કરશે.

 

હનુમાનજી ની પૂજા કરતી વખતે ઘણી બધી બાબતો ધ્યાન રાખવું જોઈએ. કારણ કે હનુમાનજી ની ખોટી રીતે પૂજા કરવાથી પૂજા માં ફળ  નથી મળતું. તેથી હનુમાનજી ની પૂજા કરતી વખતે તમારે ઘણી સાવચેતી રાખવી જોઈએ અને નીચે જણાવેલ પ્રસંગે હનુમાનજી ની પૂજા ન કરવી જોઈએ.

ખરાબ કપડામાં પૂજા ન કરો

હનુમાનજી ની પૂજા કરતી વખતે હંમેશાં શુધ્ધ કપડા પહેરો. શાસ્ત્રો અનુસાર, ખરાબ કપડા પહેરીને હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા થતી નથી. તેથી, ભગવાન હનુમાનની ઉપાસના કરતી વખતે ફક્ત સ્વચ્છ કપડાં પહેરો.

સ્નાન કર્યા વિના પૂજા ન કરો

ભગવાન અને દેવીઓની હંમેશાં સ્નાન કર્યા પછી પૂજા કરવી જોઈએ. તેથી, સ્નાન કર્યા પછી જ ભગવાન હનુમાનની પૂજા કરો. સ્નાન કર્યા વિના હનુમાનજી ની પૂજા કરવાથી પૂજા થતી નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે દેવતાઓની પૂજા કરતા પહેલા સ્નાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

મોઢું સાફ કરી પૂજા કરવી

હનુમાનજી ની પૂજા પહેલા તમારું  મોઢું પાણીથી સાફ કરો અને ત્યારબાદ જ પૂજા શરુ કરો. પૂજા કરતા પહેલા વ્યક્તિએ હંમેશાં હાથ અને મોઢું સાફ કરવું જોઈએ અને પૂજા કરતા પહેલા કોઈ પણ વસ્તુનું સેવન ન કરવું જોઈએ. પૂજા પહેલાં કરતા પેહલાં ઉલ્યું સારી રીતે કરવું.

સુતક સમયગાળા દરમિયાન

સુતક કાળ દરમ્યાન હનુમાનજી ની ઉપાસના નિષિધ માનવામાં આવે છે. ખરેખર, જ્યારે કોઈ વ્યક્તિ ઘરમાં મૃત્યુ પામે છે, ત્યારે સુતક અવધિ થાય છે અને સુતક સમયગાળા દરમિયાન પૂજા કરવાનું ફળ શુભ નથી. તેથી, તમારે આ સમય દરમિયાન ભગવાન હનુમાનની પૂજા ન કરવી જોઈએ.

બાળક નાં જન્મદરમિયાન

જ્યારે કુટુંબમાં બાળકનો જન્મ થાય છે, તે સમય દરમિયાન પણ તેની પૂજા ન કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, બાળકના જન્મ પછી 10 દિવસ સુધી હનુમાનજી સહિત કોઈપણ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી નથી.

બોપર નાં સમયે

બપોરે હનુમાનજી ની પૂજા ન કરો. ભગવાન હનુમાનની પૂજા માટે સવાર અને સાંજ એ ઉત્તમ સમય છે. ગ્રંથો અનુસાર સાંજે 7 વાગ્યાનો સમય હનુમાનજી પૂજા માટે સૌથી શુભ છે.

ગ્રહણ દરમિયાન

ગ્રહણ દરમિયાન પણ કોઈએ હનુમાનજી કે અન્ય કોઈ દેવતાની પૂજા ન કરવી જોઈએ. ચંદ્ર અને સૂર્યગ્રહણ દરમિયાન પૂજા કરવાથી પૂજા થતી નથી. શાસ્ત્રોમાં સ્પષ્ટ કહ્યું છે કે ગ્રહણ દરમિયાન પૂજા કરવાની મનાઈ છે અને આ સમય દરમિયાન ભગવાનની મૂર્તિઓને ઢાંકી ને રાખવી જોઈએ.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’                                              

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!