ઘરમાં કપૂરનું આ રીતે ધૂપ કરવાથી અઢળક ફાયદાઓ થાય છે – હિંદુ મિત્રો જરૂર વાંચે

આપણે વર્ષો થી ભગવાન ની પૂજા ની સામગ્રી માં વપરાતી અલગ અલગ વસ્તુઓ થી પરિચિત હોઈએ છીએ પરંતુ તેમના સ્વાસ્થ્ય ને લગતા ફાયદાઓ થી પરિચિત હોતા નથી.

એવું જ કઈક છે આપણા પૂજા ઘરમાં વપરાતા કપૂર નો. મોટા ભાગે આપણે કપૂર નો ઉપયોગ ભગવાન ની પૂજા માં જ કરતા હોઈએ છીએ, પરંતુ કપૂર ના ચોકાવી દેનારા ફાયદાઓ વિશે જાણસો તો તમે આજ થી જ કપૂર નો ઉપયોગ કરવાનું ચાલુ કરી દેશો. તો ચાલો જાણીએ કપૂર ના ઉપયોગથી થતા સ્વાસ્થ્ય વર્ધક લાભો.

વાળ ની સમસ્યાઓ કરે છે દુર :

જો કોઈ ને વાળ ખુબ જ ખરતા હોય અને વાળ માં ખોળો હોય તો તેઓ એ નારિયલ ના તેલ માં કપૂર ના ટુકડા નાખી ને તેને થોડું ગરમ કરી લેવું અને માથાના ટાળવે માલીસ કરવી અને એક કલાક બાદ સાફ પાણી થી માથું ધોઈ લેવું. આવી રીતે કરવાથી વાળ માં રહેલો ખોળો દુર થાય છે અને વાળ મજબુત પણ થાય છે.

મચ્છર ભાગે છે દુર :

અત્યારે મોટા ભાગના લોકો મચ્છર ને ભગાડવા માટે કેમિકલ યુક્ત લીકવીડ નો ઉપયોગ કરતા હોય છે, પરંતુ જો તેને જગ્યાએ કપૂર ને રૂમ માં સળગાવવા માં આવે તો તેના થી બે ફાયદાઓ થાય છે જેમાં એક છે કે તેને લીધે મચ્છરો ભાગી જાય છે અને બીજો ફાયદો એ છે કે કપૂર ને સળગાવવા થી રૂમ માં જે સુગંધ ફેલાય છે તેને લીધે માનસિક તણાવ દુર થાય છે.

ગઠીયા અને સંધિવા માં થાય છે રાહત :

ઘણા લોકો ને ગઠીયા કે સંધિવા ની સમસ્યા હોય છે, આ બંને સમસ્યા ને દુર કરવા માટે કપૂર ના તેલ ને સંધિવા ની જગ્યાએ કે ગઢિયા પર લગાવવા થી સંધિવા અને ગઠીયા ની સમસ્યાઓ દુર થાય છે.

ચામડી માટે છે ખુબ જ લાભદાયક :

ઘણા લોકો ને ચામડી ને લગતી સમસ્યાઓ હોય છે, તો આ ચામડી ને લગતી સમસ્યાઓ ને દુર કરવા માટે પણ કપૂર નો ઉપયોગ થાય છે.

શરદી કે તાવ માં થાય છે રાહત :

જયારે કોઈ ને શરદી કે તાવ આવ્યો હોય તો તે વ્યક્તિ જો કપૂર ને સુંઘતા રહે તો શરદી અને તાવમાં પણ રાહત થાય છે.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!