ખુદ ઈશ્વરે સ્ત્રીને જયારે આ વરદાન આપ્યું એટલે સ્ત્રીમાં માસિક ધર્મની શરૂઆત થઇ

પ્રાચીન સમય થી જ સ્ત્રીઓ અને પુરુષો વચ્ચે ઘણા ભેદભાવો થયેલા છે જેમાં ના કેટલાક અત્યારે પણ હોય છે. શું તમે જાણો છો કે સ્ત્રીઓ નું શરીર પુરુષો ના શરીર કરતા વધુ પવિત્ર હોય છે. એની કારણ તેમને ઇન્દ્ર દેવ પાસેથી મળેલું વરદાન છે.આજે અમે તમને સ્ત્રીઓના માસિક ધર્મ ની શરૂઆત વિશે જણાવીશું.

લોકો માને છે ખરાબ :

સ્ત્રીઓ માં માસિક ધર્મ ની શરૂઆત થી લઇ ને અંત સુધી જયારે દર મહીને તેમનો માસિક નો સમય હોય છે ત્યારે અલગ અલગ જગ્યા ના લોકો પોતાની અલગ અલગ ધારણા ને લીધે, તેની સાથે અલગ પ્રકાર ના સારા તથા ખરાબ વર્તન કરે છે.કેટલાક લોકો એ સમયે સ્ત્રી ને બાકી બધા જ લોકો થી અલગ રાખે છે અને તેને બેડ પર પણ સુવા દેતા નથી અને તેને કોઈ પણ વ્યક્તિ જે વસ્તુ ને અડકવા પણ દેતા નથી.

પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટીએ સ્ત્રીઓ ના માસિક ધર્મ ને લીધે દર મહીને તેમનું શરીર શુદ્ધ થાય છે. અને એટલે જ કેટલાક મંદિર માં એકલા પુરુષ ને પ્રવેશવા ની મનાઈ હોય છે જેના લગ્ન થઇ ગયા હોય તે પુરુષ પોતાની પત્ની સાથે જ તેવા મંદિરો માં પ્રવેશી શકે છે.

આરીતે થઇ હતી શરૂઆત :

ભાગવત પુરાણ માં સ્ત્રીઓ માં જોવા મળતા માસિક ધર્મ ની શરૂઆત ને લઈને એક પૌરાણિક કથા નો પણ ઉલ્લેખ છે. આ કથા મુજબ એક વખત દેવતાઓના ગુરુ એટલે કે બૃહસ્પતિ એ ઇન્દ્ર દેવ ના વધતા અભિમાન ને લીધે ખુબ જ ગુસ્સે થઇ અને ઇન્દ્રલોક ને છોડી ને ચાલ્યા ગયા હતા. આ જ સમય જોઇને અસુરો એ ઇન્દ્રલોક પર આક્રમણ કર્યું હતું અને ઇન્દ્ર ને ઇન્દ્રલોક છોડી ને જતું રહેવું પડ્યું હતું.

આ સમયે ઇન્દ્ર દેવ બ્રહ્માજી પાસે ગયા અને તેમની પાસે ઉપાય માંગ્યો. ત્યારે બ્રહ્માજી એ તેમને ઉપાય જણાવ્યો કે તેઓએ કોઈ બ્રહ્મજ્ઞાની ની સેવા કરવી પડશે.આવું જાણીને ઇન્દ્ર એક બ્રહ્મજ્ઞાની ની સેવા કરવાની શરૂઆત કરી દીધી હતી. પરંતુ તેઓ એ જાણતા ન હતા કે આ બ્રહ્મજ્ઞાની ની માતા અસુર હતી.આ અસુર માતા અસુર પ્રત્યે પ્રેમ ધરાવતી હતી.

જેને લીધે ઈન્દ્રદેવ એ જેટલી હવન ની સામગ્રી તે બ્રહ્મજ્ઞાની ને અર્પણ કરતા તે બધી સામગ્રી તે બ્રહ્મજ્ઞાની એ અસુરો ને અર્પણ કરી દેતા.જેને લીધે ઇન્દ્ર ની સેવા નો ભંગ થયો.જયારે ઇન્દ્ર દેવ ને આ વિશે ખબર પડી ત્યારે તે ખુબ જ ક્રોધિત થઇ ગયા અને તેમણે આ બ્રહ્મજ્ઞાની ની હત્યા કરી દીધી.પરંતુ આ પહેલા ઇન્દ્ર તે બ્રહ્મજ્ઞાની ને પોતાના ગુરુ માનતા હતા. જેને લીધે ઇન્દ્રને પોતાના ગુરુ ની હત્યા નું પાપ લાગ્યું હતું. આ પાપ ઈન્દ્રદેવ ની પાછળ જ પડી ગયું આ પછી ઈન્દ્રદેવ ઘણા વર્ષો સુધી વિષ્ણુ ભગવાન ની તપસ્યા કરતા રહ્યા હતા.

વિષ્ણુ એ જણાવ્યો આ ઉપાય :

ઘણા વર્ષો સુધી વિષ્ણુ ભગવાન ની તપસ્યા કર્યા બાદ આખરે તેમને વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને તેમને પોતાના આ પાપ થી મુક્તિ મેળવવા માટે એક ઉપાય જણાવ્યો.આ ઉપાય મુજબ જો તેઓ પોતાના આ પાપ નો થોડો થોડો અંશ વૃક્ષ, જળ, જમીન અને સ્ત્રી ને આપી દે તો તેમના પરથી આ પાપ દુર થઇ શકે છે.

આવી રીતે તૈયાર કર્યા બધા ને :

ઈન્દ્રદેવ એ પોતાના પરથી ગુરુ ની હત્યા નું પાપ દુર કરવા માટે પોતાના પાપ નો થોડો થોડું અંશ વૃક્ષ, જળ,જમીન અને સ્ત્રી ને એક એક વરદાન આપી ને તેમને આ પાપ નો થોડો થોડો અંશ લઇ લેવા માટે રાજી કરી દીધા હતા.

આ પ્રમાણે વૃક્ષ ને આ પાપ નો એક ભાગ લેવા બદલ એવું વરદાન આપવામાં આવ્યું કે તે પોતાની જાત ને પોતે જ જીવિત કરી શકશે.આ પછી જળ ને એ વરદાન આપવામાં આવ્યું કે જળ કોઈ પણ વસ્તુ ને શુદ્ધ કરી શકશે. જમીન ને આ પ્રમાણે એ વરદાન આપવામાં આવ્યું કે તેના પર ગમે તેવો ઘા કરવામાં આવે તો તેને કોઈ અસર નહિ થાય. સ્ત્રી ઓને ઈન્દ્રદેવ એ પોતાના પર ના પાપ નો ચોથો ભાગ ને તેમની માથે લેવા માટે સ્ત્રીઓ ને માસિક ધર્મ નું વરદાન આપ્યું.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!