કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડી મથુરા લાવ્યા, ત્યારથી રથયાત્રાનો પ્રારંભ થયો

અષાઢી બીજ ઍટલે ભગવાન જગન્નાથ ની રથયાત્રા ઋષિઓએ આ દેહને રથ કહ્યો છે. કંસના તેડાથી અક્રૂરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડી મથુરા લાવ્યા હતા, આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો, રથયાત્રા ઉજવવામાં આવે છે.

સંસ્કૃત સાહિત્યમાં કવિ કાલિદાસથી માંડી અનેક કવિઓ, સર્જકો જેના ગુણગાન ગાતા થાકતા નથી, લોકસાહિત્યકારો એ પોતાની રચનાઓમાં અષાઢ મહિનાને ખૂબ ખૂબ બિરદાવ્યો છે, એવો અષાઢ માસ જ્યારે ઓળધોળ બની અવનિ પર અનરાધાર વરસે અને માનવજીવનના ઉત્કર્ષ સાથોસાથ ધર્મજીવન પણ બળવત્તર બનાવે એવી અષાઢી બીજની આભા સૌના અંતર મનને સભર બનાવે એવું રથયાત્રાના અવસરે એકઠાં થયેલા સાધુસંતો, મહંતો અને સદ્ગૃહસ્થોનું દર્શન સૂચક છે.

આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી ભેળો થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.

દસમી સદીમાં ગુજરાતના મુળરાજના સમકાલિન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખાફૂલાણીએ આ અષાઢીબીજથી કચ્છી નવાવર્ષની શુભ શરૃઆત કરેલી, ત્યારથી કચ્છીમાડુએ આ દિવસને નૂતનવર્ષ તરીકે ઉજવે છે.

કેરાકોટમાં રાજધાની ફેરવી નાખનાર જામ લાખો ફૂલાણી વિચારવંત રાજવી હતો. અસંખ્યાત અવનવા વિચારો તેના મનમાં ઊઠતા. જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં લગી તેને શાંતિ થતી જ નહિ. એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડા માટે સ્વપ્રયત્નો થવા જોઈએ એવું વિચાર્યું. તોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળી પડયો. લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજની…..’ ના નામથી ઓળખે છે. ચોમેર ઘૂમી વળ્યો.

આખરે આ પ્રતિશોધમાં વિજયી ન બન્યો. જામ લાખાને પરત આવવું પડયું. એ સમયે અષાઢ માસ શરૃ થયેલો. સારા વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા અતિપ્રસન્ન થઈ ગયો. કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૃ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું અને પોતાનું નામ રોશન કરી દીધું.

ઓરિસ્સા રાજ્યમાં આવેલ ચારધામ પૈકીનું પૂર્વનું જગન્નાથપુરી એક પાવનધામ છે, જ્યાં પરમસંત ચૈતન્ય મહાપ્રભુની ચેતનાનો આવિષ્કાર ઝિલાયો પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી પણ અહિ પધારેલા, અહિ રથયાત્રાનું આગવું અને અનેરૃ મહત્વ છે. સમગ્ર ભારતવર્ષમાં પ્રત્યેક નગરો, શહેરો અને ગામડાઓમાં રથયાત્રાનો રથ નીકળે છે પરંતુ જગન્નાથપુરી અને ગુજરાતના અમદાવાદ અને પાટણ શહેરમાં રથયાત્રાનો મહિમા કંઇક વિશેષ જોવા મળે છે. જ્યાં ભાવસભર વાતાવરણ વચ્ચે ભક્તિનું વિરાટ વર્તૂળ સાકાર બની ભાવિકોના ભાવ વિશ્વને ભીંજવે છે. સાથોસાથ કિરતારની કૃપા ક્યારેક અમી છાંટણા રૃપે આકાશમાંથી વર્ષા રૃપે વરસે છે.જય રણછોડ માખણચોર.

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

error: Content is protected !!