‘વિવાહ’ ફિલ્મની ‘સાંવલી’ને જોઈને ઓળખી નહિ શકો – એકદમ સુંદર અને મોટી થઇ ગઈ છે… જુવો તસવીરો

મિત્રો, વર્ષ ૨૦૦૬ મા લગ્ન નુ મહત્વ સમજાવતી એક ખુબ જ ઉત્કૃષ્ટ ફિલ્મ આવી હતી જેનુ નામ છે ‘વિવાહ’. આ ફિલ્મમા મુખ્ય કલાકાર તરીકે શાહિદ કપૂર અને અમૃતા રાવ હતા. આ બંને કલાકારોએ બોકસ ઓફીસ પર ખુબ જ સારુ પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમા અમૃતા રાવ ની નાની બહેન જેનો રૂપ થોડો સાવલો હતો તે ‘છોટી’ તો તમને યાદ જ હશે? પરંતુ, તે છોટી હવે ના તો સાવલી રહી છે કે ના તો અણસમજુ. તો ચાલો આજે આ લેખમા આપણે આ અભિનેત્રીના અંગત જીવન વિશે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ.

image source

૪ વર્ષ ની ઉમરથી અભિનય ક્ષેત્રે હતો બહોળો રસ :

આ અભિનેત્રીએ પોતાની અભિનય કારકિર્દી ચાર વર્ષની ઉમરે જ શરુ કરી દીધી હતી. આ સમય દરમિયાન તે કેરળ ની એક જાહેરાત કંપનીમા કામ કરતી હતી. આ અભિનેત્રી નો જન્મ ૧૧ મે, ૧૯૮૭ ના રોજ રાજસ્થાન ના જયપુર શહેરમાં થયો હતો. ખુબ જ નાની ઉંમરે તેમને અભિનય ક્ષેત્રે મોટો બ્રેક મળવાને કારણે તેણી મુંબઈ જ શિફ્ટ થઈ ગઈ.

image source

આ ફિલ્મોમા કરી ચુકી છે કામ :

વિવાહ ફિલ્મ સિવાય આ અભિનેત્રી ‘તુમ બિન’, ‘કોઈ મેરે દિલ મે હૈ’, ‘એક વિવાહ ઐસા ભી’, ‘ વી ઔર ફેમીલી’, ‘ના જાને કબ સે’ જેવી ફિલ્મોમા કામ કરી ચુકી છે. વર્ષ ૨૦૦૧ ની “તુમ બિન” ફિલ્મથી આ અભિનેત્રીએ ફિલ્મજગતમા પ્રવેશ કર્યો હતો. તેને આ ફિલ્મથી રાતોરાત ખ્યાતિ મળી ગઈ હતી. આ અભિનેત્રીએ હિન્દી ફિલ્મો ઉપરાંત મલયાલમ ફિલ્મો પણ કરી છે.

image source

કરી ચુકી છે ટેલીવિઝન શો :

ફિલ્મ અને જાહેરાત ઉપરાંત આ અભિનેત્રી ટીવી શો મા પણ કામ કરી ચૂકી છે જેમકે, ” તુમ બિન જાઉં કહા “, ” ક્યા હાદસા ક્યા હકીકત “, ” કોઈ અપના સા “, ” યે હૈ આશિકી “, ” સાત ફેરે- સલોની કા સફર ” આ સીરીયલોમા પણ તે કામ કરી ચૂકી છે.

image source

કરી ચુકી છે મોડેલિંગ પણ :

ફિલ્મ અને ટેલીવિઝન જગતમા કામ કરવા ઉપરાંત તે મોડેલિંગ પણ કરી ચુકી છે. આ અભિનેત્રીના સૌન્દર્ય ની જેટલી પ્રશંસા કરવામા આવે છે તેટલી ઓછી છે. તે રસના , ગ્લુકોન-ડી અને ડાબર જેવી વિશાળ બ્રાન્ડ ની જાહેરાત પણ કરી ચુકી છે.

image source

સોશિયલ મીડિયા પર રહે છે વધુ પડતી સક્રિય :

આ અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ફોટોસ અપલોડ કરતી રહેતી હોય છે અને તેમના ચાહકો તેમની પળેપળ ની માહિતી મેળવવા માટે સોશિયલ મીડિયા પર ઉત્સાહિત પણ જોવા મળે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!