આ કારણે મમ્મીની કોઈ પણ ફિલ્મ નથી જોતા કાજોલના સંતાનો – અજય દેવગણની હાજરીમાં કર્યો ખુલાસો
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતની શ્રેષ્ઠ અભિનેત્રીઓમાની એક અભિનેત્રી કાજોલે તેની ફિલ્મી કારકિર્દીમા એક થી પણ વધુ સુપરહિટ ફિલ્મ આપી છે, જેના કારણે તે કરોડો લોકોના દિલમા રાજ કરે છે. આ અભિનેત્રીએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમા ઘણી પ્રસિદ્ધિ મેળવી છે પરંતુ, તેના બાળકો ને તેની ફિલ્મો પસંદ નથી. આટલુ જ નહીં, તેમના બાળકોએ તેની કોઈ પણ ફિલ્મ જોઇ નથી, જે અંગે કાજોલે એક ઇન્ટરવ્યુમા ખુલાસો કર્યો છે. તો ચાલો જાણીએ કે તેમના બાળકોને કેમ નથી પસંદ કાજોલ ના મુવી?
બોલીવુડ ફિલ્મજગતની આ અભિનેત્રીના અભિનય ના તો સૌ કોઈ ચાહક છે. તેની ફિલ્મોમા રોમાંસ ની સાથે લાગણીઓ પણ હોય છે, જેના કારણે લોકો તેની ફિલ્મો વારંવાર જુએ છે પરંતુ, તેણીના બાળકોએ તેની ફિલ્મો ક્યારેય જોઈ નથી. આ વાત અમે નથી કહી રહ્યા પરંતુ, મધર્સ ડે પર એક ખાનગી અખબારને આપેલા ઇન્ટરવ્યુમા કાજોલે આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે ફક્ત આ વાતનો ખુલાસો ના કર્યો પરંતુ, તેની પાછળ નુ કારણ પણ જણાવ્યુ, જે સાંભળીને તેના ચાહકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
ઇન્ટરવ્યૂમા આ અભિનેત્રી એ જણાવ્યુ હતુ કે, આજ સુધી મારા બાળકોએ મારી કોઈપણ ફિલ્મ જોઇ નથી. જ્યારે તેમને આ અંગેનુ કારણ પૂછવામા આવ્યુ ત્યારે તેણે ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો. તેમણે જણાવ્યુ કે, પ્રથમ કારણ એ છે કે મે વધારે કોઈ ફિલ્મો નથી કરી અને બીજુ કારણ એ છે કે, હુ મારી ફિલ્મોમા રડતી દેખાવ છુ, જેના કારણે મારા બાળકોને મારી ફિલ્મો પસંદ નથી.
તમને જણાવી દઈએ કે, કાજોલ તેની પર્સનલ લાઇફ વિશે હમેંશા ખુલીને વાત કરે છે અને આ પહેલા પણ તેણે પોતાના અંગત જીવન ને લીને મીડિયા સમક્ષ અનેકવિધ ખુલાસા કર્યા છે. પોતાના બાળકો વિશે વાત કરતા તેણીએ જણાવ્યુ કે, આ બંનેએ મને ઘણુ શીખવ્યુ છે. બાળકોના આગમન પછી મારા જીવનમા ઘણા સારા ફેરફારો થયા છે.
આ બધી બાબતો પરથી તમે તારણ કાઢી શકો છો અને સમજી શકો છો કે, કાજોલ તેના બાળકો ની કેટલી નજીક છે? તે તેના બંને સંતાનોની સંભાળ ખૂબ સારી રીતે રાખે છે. અજય ના કહેવા પ્રમાણે, કાજોલ એક કડક માતા છે, તે હંમેશા બાળકો ને શિસ્તમા રહેવાનુ શીખવે છે. તેણી પોતાનો મોટાભાગ નો સમય બાળકો સાથે વિતાવે છે, અવારનવાર સોશિયલ મીડિયા પર તેમની તેમના બાળકો સાથેની ફોટોસ વાયરલ થાય છે.
આ ફોટોસમા માતા અને બાળકો વચ્ચે એક અનોખો પ્રેમ દેખાઈ આવે છે. જો આપણે આ અભિનેત્રીની ફિલ્મ કારકીર્દિ અંગે વાત કરીએ તો તે તાજેતરમા જ લાંબા સમય પછી પરદા પર આવી હતી. તેણી હાલ થોડા સમય પહેલા જ તાનાજી : ધ અનસંગ વોરિયર ફિલ્મમા જોવા મળી હતી. આ ફિલ્મમા તેમની સાથે અજય દેવગન અને સૈફ અલી ખાન જોવા મળ્યા હતા. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મ સ્ક્રીન પર સુપરહિટ થઈ હતી અને દર્શકો ને પણ ખુબ જ ગમી હતી.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.