લગ્નના આટલા વર્ષે પણ આ કારણે માં નહોતી બની શકી અને સેરોગેસીનો સહારો લેવો પડેલો – શિલ્પા શેટ્ટીએ ખોલ્યું રહસ્ય
મિત્રો, બોલિવૂડ ફિલ્મજગતની સૌથી તંદુરસ્ત અભિનેત્રી તરીકે જાણીતી શિલ્પા શેટ્ટી આ વર્ષે ફેબ્રુઆરીમા સરોગસી દ્વારા એક પુત્રીની માતા બની હતી. હાલ થોડા સમય તેમણે આ અંગે થોડી ખુલીને વાત કરી હતી. તેણે ઇન્ટરવ્યૂમા જણાવ્યુ હતુ કે, વિઆન પછી હુ છેલ્લા ઘણા સમયથી બીજા બાળક માટે પ્રયત્ન કરી રહી હતી. તેણીએ જણાવ્યુ હતુ કે, હુ આ પ્રયાસમા સફળ નહોતી થઇ રહી કારણકે, મને એ.પી.એલ.એ. નામની એક ભયજનક બીમારી હતી. આ બીમારી ત્યારે જ સક્રિય થઇ જતી જ્યારે હુ ગર્ભવતી થતી. આ બીમારીના કારણે તેણે ઘણીવાર મિસકેરેજ ની સમસ્યાનો સામનો પણ કરવો પડ્યો હતો.
૪૪ વર્ષીય આ અભિનેત્રીએ જણાવ્યુ કે, હુ વિયાન ને એકમાત્ર સંતાન તરીકે ઉછેરવા ઈચ્છતી નહોતી તેથી, મે એકવાર બાળક દત્તક લેવાનો વિચાર કર્યો હતો પરંતુ, કોઈ કારણોસર તે શક્ય બન્યુ નહી. તેણીએ પોતાનો અનુભવ શેર કરતા જણાવ્યુ કે, જેમ મારી એક બહેન છે તેમ વિઆન ને પણ એક ભાઈ અથવા બહેન હોય તેવી મારી ઈચ્છા હતી. તેણી જણાવે છે કે, મે લગભગ ચાર વર્ષ રાહ જોઈ અને ત્યારબાદ મે સરોગસીનો માર્ગ અપનાવ્યો.
તેણીએ જણાવ્યુ કે, આ વર્ષે ફેબ્રુઆરી મહિનામા જ્યારે રાજ અને મને ખબર પડી કે, અમે ફરીથી માતા-પિતા બનવાના છીએ, ત્યારે અમે અમારા બધા જ કામ એક મહિના માટે પોસ્ટપોન કરી દીધા જેથી, અમે અમારા બાળક ને પુષ્કળ સમય આપી શકીએ. આ અભિનેત્રીએ જણાવ્યુ હતુ કે, તે સમયે મે નીકમ્મા ફિલ્મ સાઇન કરી હતી અને હંગામા-૨ ફિલ્મની તારીખો પણ આપી ચુકી હતી પરંતુ, અમે અમારા બાળક માટે કામનુ સંપૂર્ણ શેડ્યુલ ફ્રી કરી નાખ્યુ.
આ અભિનેત્રીએ ૧૫ ફેબ્રુઆરી ના રોજ એક પુત્રીને જન્મ આપ્યો હતો પરંતુ, કોઈને આ વાતની ખબર ના હતી કારણકે, શિલ્પા અને રાજે ૨૧ ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી ના અવસર પર આ વાત શેર કરી હતી. આ પછીના એક ઇન્ટરવ્યુમા શિલ્પાએ જણાવ્યુ કે, હુ હંમેશા એક પુત્રી ઈચ્છતી હતી, જેનુ નામ તેમણે ૨૧ વર્ષ પહેલા જ વિચારી લીધુ હતુ અને તે નામ છે સમીશા. શિલ્પા અને રાજ કુંદ્રાના લગ્ન વર્ષ ૨૦૦૯ મા થયા હતા અને તે તેમની બીજી પત્ની છે.
દેશવ્યાપી લોકડાઉનને કારણે હાલમા તે તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે અને તેના ઘરે રહીને ચાહકોનું મનોરંજન કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આ લોકડાઉન ના દિવસોમાં શિલ્પા તેના પતિ રાજ કુંદ્રા સાથે ખૂબ જ રમૂજી વીડિયો બનાવે છે અને તેને સોશિયલ મીડિયા પર શેર પણ કરે છે. આ વીડિયોને આ દિવસોમાં તેના ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામા આવી રહ્યો છે.
Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ
આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.