કોરોના કાળમાં ફક્ત 1 કલાકમાં આ રીતે મુકેશ અંબાણીએ જે રકમની કમાણી કરી એ કમાતા તમને 10000 વર્ષ લાગી જાય

મિત્રો, ઓક્સફેમના રિપોર્ટ અનુસાર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણીએ કોરોના મહામારી દરમિયાન સારી આવક કરી છે. આ સમયકાળ દરમિયાન તેમણે જે આવક મેળવી છે, તે કમાતા એક સકુશળ મજૂરને દસ હજાર વર્ષ લાગે છે.

રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીએ કોરોના સમયગાળામાં દર કલાકે ૯૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. હાલ, થોડા દિવસો પહેલા ગરીબી નાબૂદી માટે કામ કરતી સંસ્થા ઓક્સફેમે એક અહેવાલ બહાર પાડ્યો હતો. આ અહેવાલમા લોકડાઉન દરમિયાન ભારતમાં ૧૦૦ અબજોપતિની સંપત્તિમાં કેટલી હદે વધારો થયો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

image source

આ અહેવાલ મુજબ લોકડાઉન દરમિયાન માર્ચ ૨૦૨૦ પછીના સમયગાળામા ભારતમા ૧૦૦ અબજોપતિની સંપત્તિમા ૧૨,૯૭,૮૨૨ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જો આ પૈસા દેશના ૧૩.૮ કરોડ ગરીબ લોકોમા વહેંચવામાં આવે તો તે દરેક વ્યક્તિને ૯૪,૦૪૫ રૂપિયા આવશે. રિપોર્ટમાં ભારતના સમૃદ્ધ લોકો વિશે માહિતી મળી હતી કે, લોકડાઉન દરમિયાન ભારતીય અબજોપતિની સંપત્તિમાં ૩૫ ટકાનો વધારો થયો છે. આ રોગચાળા દરમિયાન ભારતના ૧૧ મોટા અબજોપતિની આવકમાં વધારો થયો છે.

image source

અબજોપતિની સંપત્તિના સંદર્ભમાં ભારત યુએસ, ચીન, જર્મની, રશિયા અને ફ્રાન્સ બાદ છઠ્ઠા સ્થાને પહોંચી ગયું હતું. આ રિપોર્ટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, શિવ નાદર અને ઉદય કોટક સહિત ભારતના ૩૪ અબજોપતિના નામ સામેલ છે. આ સમય દરમિયાન આ બધાની મિલકતોમા વધારો થયો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, એમેઝોનના સી.ઈ.ઓ. જેફ બેજોસ અને ટેસ્લાના સી.ઈ.ઓ. એલન મસ્ક પાસે તેમની પાસેની સંપત્તિ કરતા પણ વધુ છે.

image source

ફોર્બ્સના રિયલ ટાઇમ અબજોપતિ ઇન્ડેક્સના આંકડા મુજબ ભારતના ટોચના ૧૦૦ અબજોપતિઓમાંથી ૩૪ ની નેટવર્થ ૩૪૮.૯ અબજ ડોલર છે. જ્યારે જેફ બેજોસ અને ઇલોન મસ્કની કુલ સંપત્તિ ૩૫૯ અબજ ડોલર છે. ફોર્બ્સ રિયલ ટાઇમ અબજોપતિ ઇન્ડેક્સ અનુસાર, જેફ બેઝોસ ૧૮૭.૦ અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વમાં ટોચના ૧૦ અબજોપતિઓની યાદીમાં પ્રથમ અને એલન મસ્ક ૧૭૨.૮ અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. ફોર્બ્સની વેબસાઇટ પર મેપિંગ મુજબ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતમાં ટોચ પર છે. ફોર્બ્સ મુંબઇથી ભારતના ટોચના ૧૦૦ શ્રીમંતોમાં તે ૩૮ મા સ્થાને છે. જ્યારે દિલ્હીમાં ૧૮ અબજોપતિઓ રહે છે અને ૧૨ અબજોપતિઓ બેંગલુરુ પર રહે છે.

image source

Author: ‘જ્ઞાન સાથે ગમ્મત ટીમ’

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

error: Content is protected !!